________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૧૫ પહેલા પ્રહરમાં (સૂર્યોદયથી ૩ કલાકમાં) શ્રુતજ્ઞાન, સૂરિ(આચાર્ય), સંઘ અને ધર્મનો નાશ થશે. મધ્યાહ્ન સમયે રાજા, મંત્રી અને નીતિધર્મ નાશ પામશે. સંધ્યા સમયે અગ્નિ નાશ પામશે.
ત્યારપછી સાત-સાત દિવસ સુધી પાંચ પ્રકારના વરસાદ વરસશે : ૧. ક્ષારમેઘ. ૨. અગ્નિ જેવા જળની વર્ષા. ૩. ઝેરયુક્ત પાણીની વર્ષા. ૪. આમ્બરસયુક્ત પાણીની વર્ષા. ૫. વિદ્યુત્-વર્ષા.
આ ઉપરાંત વાયુ તોફાની બનશે. પર્વત-ભૂમિ સમાન બનશે. પહાડોની ગુફાઓમાં પશુ-પક્ષીઓનાં માત્ર બીજ રહેશે. - છઠ્ઠી આરામાં (૨૧ હજાર વર્ષનો છઠ્ઠો આરો છે) મનુષ્યો બે હાથની ઊંચાઈવાળા, ૨૦ વર્ષના આયુષ્યવાળા, માછલાં ખાનારા, ગંગા-સિન્ધની કોતરોમાં રહેનારા, ખરાબ રૂપ-રંગવાળા અને ક્રૂર સ્વભાવવાળા હશે.
તેઓ લાજ શરમ વિનાના હશે. વસ્ત્રરહિત હશે. તેમની વાણી કર્કશ-કઠોર હશે. માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પત્નીના સંબંધોમાં કોઈ મર્યાદા નહીં રહે. સ્ત્રીઓ છ વર્ષની ઉંમરે ગર્ભવતી બનશે. અત્યંત દુઃખદાયી પ્રસવવેદના હશે. ઘણાં પુત્ર-પુત્રીઓને જન્મ આપશે.
છઠ્ઠા આરાના અંતે (અવસર્પિણીમાં) મનુષ્યનું શરીર એક હાથનું હશે અને આયુષ્ય ૧૬ વર્ષનું હશે. હવે અવસર્પિણી-કાળ અને ઉત્સર્પિણી કાળની સમાનતા બતાવું. અવસર્પિણી-કાળ ઉત્સર્પિણી-કાળ છઠ્ઠો આરો
પહેલો આરો પાંચમો આરો
બીજો આરો ચોથો આરો
ત્રીજો આરો ત્રીજો આરો
ચોથો આરો બીજો આરો
પાંચમો આરો પહેલો આરો
છઠ્ઠો આરો
For Private And Personal Use Only