________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
સૃષ્ટિ લયસ્વરૂપા છે. ઉત્સર્પિણીના બીજા આરાના પ્રારંભે પાંચ પ્રકારની વર્ષા ૭ દિવસ થવાની: ૧. પુષ્પરાવર્ત મેઘ ૨. ક્ષીર મેઘ ૩. ધૃત મેઘ ૪. અમૃતરસની વર્ષા ૫, રસની વર્ષા પૃથ્વી શીતલ થશે. અન્ન ઉત્પન્ન થશે. ઔષધિઓ ઊગશે. પૃથ્વી રસપૂર્ણ બનશે.
બીજા આરાના અંતે નગરો-ગામોની રચના થશે. જાતિસ્મરણ જ્ઞાનવાળા સાત કુલકરો થશે.
ત્રીજા અને ચોથા આરામાં ૨૪ તીર્થકરી, ચક્રવર્તીઓ (૧ર), બળદેવો (૯), વાસુદેવો (૯), પ્રતિવાસુદેવો (૯) અને નારદ (૯) થશે.
આ રીતે કાળચક્ર એના નિશ્ચિત લયમાં ચાલ્યા કરે છે. આપણે તે જ્ઞાનદૃષ્ટિથી જોવાનું છે, સમજવાનું છે. એમાં આપણો મનોલય સધાય છે.
મેરુપર્વત (એક લાખ યોજન ઊંચો છે)ની તળેટી (સમભૂતલા)થી ૭00 યોજન ઉપર, મેરુની આસપાસ ચારેબાજુ સમગ્ર જ્યોતિષચક્રનું નિયમિત પરિભ્રમણ ચાલે છે. ૧. સૂર્ય, ૨. ચંદ્ર, ૩, ગ્રહ, ૪. નક્ષત્ર, અને ૫. તારા.
આ જ્યોતિષચક્ર છે. આના પરિભ્રમણમાં ક્યારેય એક ક્ષણની પણ વધઘટ થઈ નથી કે થશે નહીં. એનો એક નિશ્ચિત લય છે! સૃષ્ટિમાં જ્યોતિષચક્રના નિયમિત પરિભ્રમણનું ઘણું મહત્ત્વ છે.
આ સૃષ્ટિ, આ જગત પૂર્ણ છે. એમાં અનંત આત્માઓ છે. અનંતાનંત અજીવ દ્રવ્યો છે. આપણે તો શાસ્ત્રષ્ટિથી જ એ બધું જોઈ શકીએ. બાકી તો
“સબ્રિજાનવપૂન પૂઈ નથી ” જે આત્માઓ સચ્ચિદાનંદથી - પૂર્ણાનન્દથી પરિપૂર્ણ બને છે, સર્વજ્ઞ-વીતરાગ બને છે તેઓ પૂર્ણ જગતને પ્રત્યક્ષ જુએ છે ને જાણે છે! માટે આપણે સર્વ પ્રથમ સત્-ચિત્ અને આનંદથી પૂર્ણ બનવા પુરુષાર્થ કરીએ. ચિદાનન્દ પ્રાપ્ત કરીએ. તે માટે મન-વચન-કાયાના યોગોને સ્થિર કરીએ. આ સ્થિરતા જ લય છે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે :
સકલ કલામાં સાર લયી રહો દૂર સ્થિતિ એહ,
સકલ યોગમાં ભી સકલ લય કે બ્રહ્મ વિદેહ.” મન-વચન-કાયામાં સમત્વ એ લય છે. આ લય યોગીને બ્રહ્મજ્ઞાની બનાવે છે. બનવું છે ને? આજે બસ આટલું જ, પત્ર પૂરો કરું છું.
તા. ૪-પ-૯૮
Snezkatzen
For Private And Personal Use Only