________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
30. જીવનમુક્તની સાત ભૂમિકા
-
• -
-
--
--*
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
ગયા પત્રમાં બ્રહ્મદશાનું પહેલું લક્ષણ બતાવ્યું. આજે બીજું લક્ષણ “મનીષી’ અંગે લખું છું.
જે મન પર કાબૂ ધરાવે તે મનીષી.
આપણા ઉપર મન શાસન કરે છે, મનીષી મન પર શાસન કરે છે. મનને કાબૂમાં રાખવું એટલે જેમ કૂતરાને કે ઘોડાને કાબૂમાં રખાય તેમ મનને કાબૂમાં રખાય ખરું? ના. બળજબરીથી, પરાણે મનને કાબૂમાં રાખવા જતાં ઘણાં નુકસાન થાય છે. એટલે મનીષી લગામ દ્વારા મન પર કાબૂ નથી મેળવતા, પરંતુ મનની કામનાઓને આત્મભાવમાં ઓગાળીને મેળવે છે. મનુષ્ય મનપ્રધાન છે, એ મનુષ્ય જ્યારે, આત્મપ્રઘાન બને ત્યારે તે મનીષી બને છે.
ખરેખર તો મન પર શાસન કરવાની રીત આત્મભાવમાં ડૂબેલા રહેવાની છે. એટલે આત્મભાવ કેળવાય નહીં ત્યાં સુધી મનના ઉધામા શાંત પડતા નથી.
મહાભારતમાં મહાત્મા વિદુરનું એક પાત્ર છે. વિદુર મનીષી છે. તેથી એ જે કંઈ વિચારે છે તેમાં પરિશુદ્ધ ન્યાયબુદ્ધિ હોય છે. વિદુરના અભિપ્રાયને ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મપિતામહ અને શ્રીકૃષ્ણ પણ આદરપૂર્વક સાંભળે છે. આમ, જે મહાજ્ઞાની હોય તેનું નામ વિદુર!
પાણિનીએ પોતાના સંસ્કૃત વ્યાકરણમાં સ્વતંત્ર સૂત્ર બનાવ્યું છે : “થા વિરમદુરી' વિદુર અને ભિદુર – આ બે ખાસ શબ્દો છે. ભિદુર એટલે પ્રખર ભેદન કરનાર. એ ભેદબુદ્ધિને વટાવીને અભેદ-એકતાનું-પૂર્ણતાનું દર્શન કરે
આ રીતે જો વિદુરને મનીષી કહેવાય (બ્રહ્મદશા નહીં) તો કેટલાક વૈજ્ઞાનિકોને પણ મનીષી કહી શકાય. તેઓ વિદુર હોય છે. તેઓ પોતાની ગવેષણામાં ડૂબકી મારીને “ભિદુર” પણ બની શકે છે. મહાન વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લગભગ આવું બન્યું હતું. તે ગ્રીક તત્ત્વજ્ઞાનનો ગ્રંથ વાંચી રહ્યો હતો, તે જોઈને એના મિત્ર ટુસ્સીએ ટકોર કરી : “અરે, પ્રોફેસર,
For Private And Personal Use Only