________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
વેરાગ્ય : ખોટો-સાચો ૯. વૈરાગી સાધક, આઠ પ્રકારના પદો ગર્વ)નું મર્દન કરી નાંખે છે. અર્થાત્ વૈરાગી માણસને જાતિનો, કુળનો, રૂપનો, બળનો, લાભનો, બુદ્ધિનો, જનપ્રિયત્નો તથા શ્રતનો મદ હોતો નથી. કારણ કે તેઓ આત્મભાવમાં જાગ્રત હોય છે અને સાત્ત્વિક પ્રકૃતિના હોય છે.
૧૦.વૈરાગી સાધક ઈર્ષ્યા-અસૂયાથી દૂર રહે છે. વૈરાગીના શુદ્ધ મનમાં ઈર્ષ્યા-અસૂયાના કીડા પ્રવેશી શકતા નથી. એમના મુખેથી ક્યારેય કોઈની નિંદાનાં વચનો નીકળતાં નથી. એમના મનમાં પણ કોઈના પ્રત્યે અરુચિ કે અણગમો હોતાં નથી. વૈરાગી ક્યારેય નિંદક ન હોય. નિંદક હોય તે સાચો વૈરાગી ન હોઈ શકે. બીજા જીવોના હિતનો જ વિચાર કરનારા વૈરાગી સાધકો બીજા જીવોના જેમ દોષ જોતા જ નથી, તેમ દોષ બોલતા પણ નથી. ૧૧. વેરાગી સાધકો હંમેશાં સમતામૃતના સરોવરમાં સ્નાન કરતા રહે છે. શામ્યશતકમાં કહ્યું છે :
“નિરામપપ્રત્યે સેવસ્વ સમતાસુધા' મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતામૃતનું પાન કરો.” આવા સમતામૃતની પ્રાપ્તિનો ઉપાય બતાવતાં કહ્યું છે :
योगग्रन्थमहाम्भोधिमवमथ्य मनोमथा। साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।।९७।। હે આત્મન ! યોગગ્રંથોના મહાસાગર – મનના રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી પરમ સુખને પામ.'
વૈરાગી સમજે છે કે “મન “પારા' જેવ ચંચળ છે. તે છતાં પારાને બાંધવો, સ્થિર કરવો સહેલો છે, પણ મનને બાંધવું, સ્થિર કરવું ઘણું દુષ્કર છે. છતાં એ મનને સામ્ય-સમતાગણની દિવ્ય ઔષધિથી બાંધી શકાય છે” વૈરાગીનું મન આ રીતે સમતા-ગુણથી સ્થિર બનેલું હોય છે.
૧૨. વૈરાગી આત્મા નિરંતર ચિદાનંદમય આત્મસ્વરૂપમાં રમણતા કરતો હોવાથી અચલ બનેલો હોય છે. સામ્યભાવથી સ્થિર થયેલું મન આત્મસ્વરૂપના ચિંતનમાં લય પામે છે.
આ રીતે વૈરાગી સાધક - વાસનાઓ ઉપર વિજય મેળવે છે,
For Private And Personal Use Only