________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય તેમ બીજા માણસોને પણ મોક્ષમાર્ગે-ધર્મમાર્ગે ચલાવવા પ્રયત્નશીલ હોય.
જીવોને ધર્મમાર્ગે જોડવા યથાશક્તિ પુરુષાર્થ કરતો રહે. ૬. બીજા જીવોને મિત્ર માને, એમને ધર્મમાર્ગે જોડે, પરંતુ એ માણસના દોષો
જુએ નહીં, બોલે નહીં અને સાંભળે નહીં, બીજા જીવોના દોષો પ્રત્યે અંધ,
મૂક અને બધિર બન્યો રહે. ૭. આત્મગુણોને પ્રગટાવવા માટે સદૈવ ઉત્સાહી હોય. જેમ દરિદ્ર મનુષ્ય હંમેશાં
ધનોર્પોજન કરવામાં ઉત્સાહી હોય, તે રીતે. ૮. કામવાસનાઓ (સેક્સ) જાગે ખરી, પણ એ વાસનાઓને પરવશ ન બને.
વાસનાઓને વમી નાંખે, દમી નાંખે... કામવિજેતા બને. વૈરાગી મનુષ્ય આ વિષયમાં સતત જાગ્રત રહેતો હોય છે. આમેય મનુષ્યને મૈથુન સંજ્ઞા વધુ સતાવતી હોય છે. “શામશતક' માં આ કામદેવ માટે બહુ સારી રીતે કહેવામાં આવ્યું છે : કામદેવ, પાંચ ઇન્દ્રિયોના પાંચ બાણ બનાવીને દુશ્મનો (સાધુ પુરુષો, સદાચારી-બ્રહ્મચારી સ્ત્રી-પુરુષો સાથે લડે છે, જીતે છે અને છાતી પર પગ મૂકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ વાત દુહામાં કહે છે :
પંચ બાણ ઇન્દ્રિય કરી, કામસુભટ જગ જીતી,
સબ કે શિર પદ દેત હૈ, ગણે ને કોસુ ભીતિ. કામદેવની વિશિષ્ટ શક્તિ છે પાંચ ઇન્દ્રિયો. એટલે સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ પાંચ સુભટોને લઈને ફરે છે અને જગત પર એકચક્રી રાજ્ય કરે છે! એને બીજા વધારે સૈનિકાની જરૂર જ નથી. આ કામદેવ-કામવાસના સંકલ્પ વિચારમાંથી ઉત્પન્ન થાય છે, એટલે કહેવાય છે : “દો સંન્યનનાં વિધાતા નૂતનઃ ઉના' કામદેવ સંકલ્પજન્મા છે. આ નવી જાતનો વિધાતા છે. એટલે કામવાસનાને પરવશ જીવ દુઃખને પણ સુખરૂપે સમજે છે. ક્લેશમય દુઃખને સુખ માને છે કે આ રીતે કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે ને!
એક વાત સમજી રાખો કે આ ધૂર્ત સમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં, જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે, એટલે “શાયશતક' માં એના માટે વિશ્વપ્રતારિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દુનિયા એનાથી છેતરાતી રહી છે. પરંતુ વૈરાગી - સાચો વેરાગી આ કામદેવને પરાજિત કરે છે.
For Private And Personal Use Only