________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લય-વિલય-પ્રલય
૧૬૧
ફરકવું ન જોઈએ. ભવિજેતા બનો. ભયથી હારો નહીં, પરાજિત થાઓ નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. આઠમું વિઘ્ન છે નિંદાનું. તમારી કોઈ નિંદા કરે છે તો કરવા દેજો. તમારે નિંદા અને પ્રશંસા, શોક અને હર્ષ નથી કરવાના. નિંદા સાંભળીને અકળાઈ ન જશો. નિંદકો નિંદા કરવાના જ. પ્રશંસકો પ્રશંસા કરવાના! તમારે આ બંને પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવાનું!
નિંદાને જી૨વવાની શક્તિ તમારે મેળવવી જ જોઈએ. જે મનુષ્ય પોતાની નિંદા સાંભળીને ક્રોધ નથી કરતો, ઉદ્વેગ નથી કરતો, ભયભીત નથી થતો, તે મનુષ્ય સાચો વીરપુરુષ છે. આ દુનિયાએ તીર્થંકરોની પણ નિંદા કરી છે, પછી આપણે કોણ? આ રીતે તમારા મનનું સમાધાન કરો. તમે તમારા કર્તવ્યમાર્ગે ચાલતા રહો. તમે બીજાની નિંદા કરશો નહીં, નિંદાનો રસ હલાહલ વિષ કરતાં પણ વધુ ઘાતક છે. તમારી નિંદા કરનારની પણ તમે નિંદા ના કરશો. આ રીતે જે સાધક
૧. કામવાસનાને (સેક્સને) ઉપશાન્ત કરે છે, ૨. ક્રોધાદિ કષાયોને શાન્ત કરે છે,
૩. હર્ષ ને હાસ્યના પ્રસંગે સ્વસ્થ રહે છે,
૪. વૈયિક સુખોમાં પ્રીતિ નથી કરતો,
૫. અપ્રિય વિષયોમાં અર્પિત નથી કરતો,
૬. પ્રિયવિષયોના વિયોગોમાં શોકાકુલ નથી થતો,
૭, સર્વ ભયો પર વિજય મેળવે છે.
૮. નિંદા-પ્રશંસામાં સ્વસ્થ રહે છે.
આ મહાત્મા જે અપૂર્વ સુખનો વિશિષ્ટ લય પામે છે, ચિદાનંદની જે અપૂર્વ અનુભૂતિ કરે છે, તે અવર્ણનીય હોય છે. પૂર્ણાનન્દ તરફની એની યાત્રા પડાવની નજીક પહોંચી જાય છે.
આ અપૂર્વ સુખ અનુભવવાનો રાજમાર્ગ છે. જો આ માર્ગે ચાલો તો ક્યારેય નહીં અનુભવેલા સુખનો અનુભવ થઈ શકે. એ સુખનું પ્રબળ આકર્ષણ જાગી જવું જોઈએ. તો એ માર્ગે યાત્રા ચાલુ થઈ જાય અને ચાલવાની શક્તિ પણ મળે.
‘મારે હવે રાગજન્ય સુખો નથી જોઈતાં.’ આ સ્પષ્ટ નિર્ણય આત્મસાક્ષીએ થઈ જવો જોઈએ. ‘મારે હવે આત્માનુભવનું સુખ મેળવવું છે.’ આ દૃઢ સંકલ્પ
For Private And Personal Use Only