________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
પૃથ્વીચન્દ્ર ઃ ગુણસાગર રાજસભામાં મહારાજા હરિસિંહ અને મહારાણી પદ્માવતી હાજર ન હતાં. તેમને સમાચાર મળ્યા. તેઓ રાજસભામાં આવી પહોંચ્યા. પુત્રને અને પુત્રવધૂઓને સાધુવેશમાં સ્વર્ણકમળ પર બેઠેલાં જોઈ, રાજા-રાણી હર્ષથી વિભોર થઈ ગયાં. તેમની આંખોમાંથી હર્ષનાં આંસુ વરસવા લાગ્યાં. ૦ અમારે શા માટે, કોના માટે સંસારમાં રહેવું? ના, ના અમે પણ સંયમધર્મ
ગ્રહણ કરી, કર્મોનો નાશ કરી, મુક્તિ પામીશું” ૦ ધર્મધ્યાનમાં લય લાગી ગયો. ૦ શુક્લધ્યાનમાં વિલય લાગી ગયો, ૦ અને પૂર્ણતામાં પ્રલય લાગી ગયો!
ચારે ઘાતી કર્મો નાશ પામ્યાં. મહારાજા હરિસિંહ અને મહારાણી પદ્માવતી કેવળજ્ઞાની બની ગયાં. દેવોએ એમના પર પુષ્પવૃષ્ટિ કરી. જયજયકાર કર્યો. સાધુવેશ આપ્યો અને સ્વર્ણકમળો પર બિરાજમાન કર્યા!
સુધનને અવર્ણનીય આનંદ થયો. તેણે સર્વે કેવળજ્ઞાનીને ભાવથી વાંઘા. તેણે પૃથ્વીચંદ્ર ભગવંતને કહ્યું : “હે પ્રભો! ગજપુર કરતાંય ચઢિયાતું આશ્ચર્ય અહીં જોયું! ધન્ય તમાકુળ! ધન્ય તમારાં માતાપિતા અને ધન્ય તમારી આઠ રાણીઓ!”
સુધને શ્રાવકનાં વ્રતો લીધાં. કતકૃત્ય થઈ, તે પોતાની યાત્રા પર આગળ વધ્યો.
૦ 0 ૦. ચેતન! કેવી લયબદ્ધ ઘટનાઓ બની છે? વાંચી ને? લખતાં લખતાં મારા મનમાં ઘણા પ્રશ્નો ઊડ્યા અને સમાધાન પણ મળ્યાં!
એકવીસ-એકવીસ જન્મોની આરાધનાનું ફળ આ છેલ્લાં પૃથ્વીચંદ્ર-ગુણસાગરના ભવમાં મળ્યું.
પૃથ્વીચંદ્ર, એનાં માતા-પિતા, એની આઠ પત્નીઓ – આ બધાં ઘણા જન્મોથી સાથે જમ્યાં છે, સાથે જીવ્યાં છે અને મોક્ષમાર્ગની આરાધના સાથે કરી છે.
ગુણસાગર, એના માતા-પિતા, એની આઠ પત્નીઓ – આ બધાં પણ ઘણા જન્મોમાં સાથે જીવ્યા છે અને સાથે ધર્મારાધના કરેલી છે.
આ છેલ્લા જન્મમાં તેમને ગૃહસ્થવેશમાં, સંસારીના વેશમાં કેવળજ્ઞાન થાય છે! આ મહત્ત્વની વાત છે. તેઓ બધા જ બહારથી સંસારી હતા, ભીતરમાં તો
For Private And Personal Use Only