________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9. લથભંગ કરનારા અસુરો -
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો. તે જે વાત લખી તે સાચી છે. જીવનલયને તોડનારાં પરિબળો સમાજમાં, નગરમાં અને ઘરમાં ઘણાં વધી ગયાં છે. આ આસુરી પરિબળો છે. આ આસુરી પરિબળો, પ્રકૃતિના સહજ લયને તોડે છે. જે માણસ પોતાનો જ નહીં, બીજાનો પણ લય તોડે અને તોડવામાં રાચે, તે ખરેખર અસુર કહેવાય. આ અસુરો આજે સર્વત્ર જોવા મળે છે! ૦ કોઈની હત્યાના કાવતરામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લેનાર મનુષ્ય
અસુર છે. ૦ આહારની વાનગીઓમાં જીવલેણ વસ્તુઓની ભેળસેળ કરનાર અને વેચનાર
અસુર છે. ૦ નનામા કાગળો લખીને કોઈના સુખી જીવનમાં દખલ પહોંચાડનાર મનુષ્ય
અસુર છે. ૦ સાવ નિર્દોષ માણસ પર ખોટો આરોપ મૂકી, તટસ્થતાનો દંભ કરી, ખરે
ટાણે મૌન ધારણ કરીને સાચી જુબાની ન આપનાર મનુષ્ય અસુર છે. ૦ કોઈ સ્ત્રી કે પુરુષને એકબીજાની ઇચ્છાવિરુદ્ધ પરણાવનાર કે પરણવાની
ફરજ પાડનાર મનુષ્ય અસુર છે. ૦ માદક દ્રવ્યોની હેરાફેરી દ્વારા કે દાણચોરી દ્વારા પૈસા કમાનાર મનુષ્ય
અસુર છે. ૦ પરસ્ત્રીગામી અને સ્વસ્ત્રી ઉપર પણ બળાત્કાર કરનાર અસુર છે. ૦ બીજાના પ્રેમસંબંધને તોડવા છૂપી રીતે કે દેખીતી રીતે દાવ ખેલનાર અસુર
૦ નિંદા-કૂથલી દ્વારા, ખોટી અફવાઓ દ્વારા પરિવારોમાં, સંસ્થાઓમાં, સંઘમાં કે સમાજમાં ખળભળાટ મચાવનાર અને એ રીતે માનવસંબંધોમાં ખલેલ
પાડનાર મનુષ્ય અસુર છે. ૦ પૈસા ખાઈને ખોટી સાક્ષી આપનાર અસુર છે.
For Private And Personal Use Only