________________
Shri Mahavir Jain Aradhana Kendra
1)
www.kobatirth.org
૭. સાક્ષીભાવે દ્રષ્ટા બનો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો... ‘લયયોગ’ માં ખલેલ પહોંચાડનારાં તત્ત્વો જાણીને તને ‘વિશિષ્ટ સમજણ’ મળ્યાનો આનંદ થયો, તે બરાબર છે. એવા આસુરી તત્ત્વોથી સાવધાન રહેવું પડશે.
મનડું કિમ હિન બાજે હે કુંથુજિન!
મનડું કિમ હિ ન બાજે?
જિમ જિમ જતન કરીને રાખું
1
આજે મારે ‘મનના લય' અંગે લખવું છે. આ અંગે મારે તને ઘણા પત્રો લખવા પડશે, એમ મને લાગે છે. આજે શરૂઆત કરું છું શ્રી આનંદધનજી ના એક સ્તવનની બે કડીથી :
તિમ તિમ અળગું ભાંજે!... મનડું
હે કુંથુનાથ! હે પ્રભો! મારું મન કોઈ પણ રીતે વશ થતું નથી. જેમ જેમ તેને જાળવવા પ્રયત્ન કરું છું તેમ તેમ તે અળગું થઈને દૂર ભાગે છે.
મન-વાંદરો કેવો છે!
चरणयोगघटान् प्रविलोठयन् शमरसं सकलं विकिरत्यधः । चपलमेष मनः कपिरूच्चकैरस- वणिग् विदधातु मुनिस्तु किम् ? ।।
For Private And Personal Use Only
‘મનરૂપી ચંચળ વાંદરો ચારિત્ર અને યોગરૂપી ઘડાઓને ધબાધબ ઊંધા વાળી નાંખીને શમરૂપી રસ બધોય ઢોળી નાંખે છે, ત્યારે મુનિ ગણાતા રસના-ઘીના વેપારી પણ શું કરી શકે?”
મરદ માનવીની તાકાત કરતાંય મનની તાકાત મોટી છે - એ વાત કહે છે : મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે,
બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે ...કુંથુ.