________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૪. પશુન્ય : ચાડી-ચુગલી કરવી, કાનભંભેરણી. ૧૫. રતિ-અરતિ : નાનીનાની વાતોમાં રાજી-નારાજી થવી. ૧૯. પર૫રિવાદઃ નિંદા. ૧૭. માયા-મૃષાવાદ : કપટ કરી ખોટી અફવાઓ ફેલાવવી, છેતરામણ. ૧૮. મિથ્યાત્વ શલ્ય: સાચાને ખોટું માનવું, ખોટાને સાચું.
જીવનમાં આ દોષોનો ભાર ઘટે તો ગુણોનો વૈભવ વધે. આપણી ભીતર જ ગુણોનો વૈભવ છે, એટલે લયની શોધ પણ આપણી ભીતર જ થવી જોઈએ. વાસ્તવમાં ‘લય” એ “લયયોગ છે! લયને ખોરવનારાં આસુરી તત્ત્વોનો, રાક્ષસી તત્ત્વોનો મનુષ્ય સામનો કરવો પડે. તે માટે મન દૃઢ જોઈએ. “મારે જીવનલય પામવો છે, મારે “લયયોગની સાધના કરવી છે, એ માટે લયભંગ કરનારાં તત્ત્વોને દૂર કરવાં જ છે.' આવું દઢ પ્રણિધાન કરવું પડે.
ચેતન, આ અઢાર દોષોની થોડી ગંભીરતાથી નોંધ લેજે, આ દોષોથી બચવા આપણા તીર્થકર ભગવંતોએ ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે.
લયભંગ કરનારાં તત્ત્વોને બતાવી, હવે માનસિક સ્તરે લયપ્રાપ્તિની વાત લખીશ. કુશળ રહે.
તા. ૧૦-૪-૯૮
Chશુનસૂરિ
For Private And Personal Use Only