________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લયભંગ કરનારા અસુરો લયયુક્ત જીવનશૈલી નથી હોતી અને જેઓ મોહ-મિથ્યાત્વથી મૂઢ હોય છે તેઓ બધી જ ઉત્તમ વાતોને સામે ચાલીને નિકૃષ્ટ બાબતોમાં ફેરવી નાંખતા હોય છે, જેમ કે : ૦ પ્રેમતત્ત્વને કેવળ સેક્સની ભૂમિકા પર તાણી જાય છે. ૦ પુરુષાર્થની ઉત્કૃષ્ટતાને કેવળ લોભ અને લાભમાં સીમિત કરી દે છે. ૦ ધર્મના પરમ તત્વને કેવળ મઠ-મંદિરોમાં પૂરવા મથે છે. ૦ દાનમાં રહેલી ઉદાત્ત ભાવનાને કેવળ યશપ્રાપ્તિના મોહમાં પૂરી દે છે. ૦ ખરેખરા ધર્મપાલનના સ્થાને મિથ્યાચાર ને બાહ્યાચારોમાં રાચે માચે છે. ૦ જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પામવાના બદલે માહિતીઓનો ઢગલો ફંફોળતા
રહીને જ્ઞાની હોવાનું મિથ્યાભિમાન કેળવે છે. ૦ આત્માનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદની જગાએ માત્ર આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં સડતા રહે છે.
બધા દોષ અને દુર્ગુણો જીવનલયને ખોરવે છે. આજે તને એવાં ૧૮ પાપોનું લિસ્ટ લખું છું. જીવનલયન ભંગ કરનારા એવા આ દોષ-દુર્ગુણોથી પ્રતિદિન પ્રયત્નશીલ રહેવાનું છે.
૧. પ્રારાણાતિપાત : અનાવશ્યક હિંસા. ૨. મૃષાવાદ : વાતવાતમાં જૂઠું બોલવું. ૩. અદત્તાદાન : ચોરી કરવી. ૪. મૈથુન : સેક્સની પ્રચુરતા. ૫. પરિગ્રહ: મમત્વ-આસક્તિ-મૂછ. ૬. ક્રોધઃ અતિ ગુસ્સો. ૭. માનઃ અતિ અભિમાન, ઘમંડ. ૮. માયા : કૂડ-કપટ, દંભ. ૯. લોભ : લાલચ. ૧૦. રાગ: મમતાથી મૂઢ બનવું. ૧૧. દ્વેષ : રોષ, ઈર્ષા, કિન્નાખોરી ૧૨. કલહ : ઝઘડા-કચકચ. ૧૩, અભ્યાખ્યાન: આક્ષેપ કરવા, આળ મૂકવાં.
For Private And Personal Use Only