________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૫ આપણી પ્રાચીન-પુરાણકથાઓમાં રાક્ષસનું આ બાહ્ય સ્વરૂપ એટલું પ્રસિદ્ધ બન્યું છે કે અસુર વિકરાળ ગણાયો પરંતુ માણસની આસુરી વૃત્તિ નેપથ્યમાં રહી ગઈ! આ કારણે માનવીની ભીતર રહેલા અસુરને સમજવામાં આપણે ગોથું ખાઈ ગયા છીએ. આવા માનવ-અસુરો પોતાના જીવનલયને સમજતા નથી અને બીજાઓના જીવનલયનો ભંગ કરતા રહે છે.
જીવનલયને તોડનારાં બીજાં કેટલાંક તત્ત્વો બતાવું : ૦ વધુ પડતી ઉતાવળ. ૦ ફળ પામવા માટેની અધીરાઈ. ૦ આળસ, પ્રમાદ. ૦ કામ કરવાની અત્યંત ધીરી ગતિ. ૦ પોતાનું ધારેલું જ કરવાની ટેવ. 0 પ્રકૃતિની ઇચ્છા(નેચર્સ વિલ)ને ટૂંપાવીને પોતાનું ધાર્યું ગમે તે ભોગે કરવાની
ઘેલછા. ૦ લોભ, મોહ, અહંકાર, સરખામણી, હરીફાઈ અને હુંસાતુંસી. ૦ ખરાબ કામો, અસહજ કાર્યો. ૦ પરપીડનની પ્રવૃત્તિ.
હવેના સમયમાં માણસે પોતાની દિનચર્યાને જતનપૂર્વક અને સમ્યગુદૃષ્ટિપૂર્વક જાળવી લેવી પડશે. દિનચર્યા જીવનનો લય તોડનારી હોય ત્યારે ઘણો ઉધમાત સર્જે છે. કારની બૅટરીની લાઇફ (આવરદા) અંગે ચિંતા કરનારો મનુષ્ય પોતાની લાઇફ અંગે ચિંતા નથી કરતો, સો વર્ષ સુધી જીવી શકાય એવા દેશમાં કેટલાક મોહમૂઢ વહેલા મરવાની અને વહેલા ઘરડા થવાની તૈયારી કરતા રહે છે. કેટલાય યુવાનો અકાળે વૃદ્ધ થઈ જાય છે. તમોગુણી મનુષ્યની જીવનચર્યા યૌવનને ટૂંકાવે છે અને લાચાર તથા રોગગ્રસ્ત ઘડપણનો ગાળો લાંબો બનાવે છે. આવા માણસો માત્ર સ્વયં જ દુઃખી નથી થતા, પરંતુ આખા પરિવારને દુઃખભર્યા દોજખમાં ધકેલે છે. વ્યસનમાં ડૂબેલા પતિની પત્નીને જ ખબર હોય છે કે વ્યસન એટલે શું.
તમોગુણવાળી જીવનશૈલી લયને ખતમ કરી, રોગ, ઘડપણ, તાણ અને મૃત્યુને નોંતરનારી વિલાસી જીવનશૈલી છે.
જેમની પાસે સ્વસ્થતા, પ્રસન્નતા અને જ્ઞાનમગ્નતા જાળવનારી તથા વધારનારી
For Private And Personal Use Only