________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ભોતિક-અભૌતિક રમતો પહેલી રમત છે પૈસાની. પૈસાને લેખકે “ગટર' કહી છે અને પૈસા પાછળ પાગલ થયેલા માનવીને ડુક્કર કહ્યો છે, ભૂંડ કહ્યો છે. આ જ ઉપમા “જ્ઞાનસાર' માં અજ્ઞાનીને આપવામાં આવી છે! અજ્ઞાનને વિષ્ટા (ઉકરડો) કહીને અજ્ઞાનીને ડુક્કર બતાવ્યો છે. (મmત્વજ્ઞઃ જિનાજ્ઞાને વિષ્ટાયાવિ :) જે માણસોના મનમાં કેવળ પૈસા કમાવવાની જ ગડમથલ ચાલે છે, જેમની મોટા ભાગની વાતો અર્થપ્રધાન જ હોય છે અને જેમનો વધુમાં વધુ સમય અર્થોપાર્જન- પૈસા કમાવવામાં જતો હોય છે. તેઓ ઉકરડા પર ફરતા ડુક્કર જેવા જ છે. એમનામાં ને ડુક્કરમાં કોઈ ફરક નથી. આ વાત શું એ લોકો સમજશે ખરા? આવા ધનવાનોને જીવનલય હોતો જ નથી. ‘લય' નામનું તત્ત્વ જ એમના માટે દુર્લભ હોય છે.
બીજી રમત છે યશ-કીર્તિ મેળવવાની. પોતાના ઘરમાં અળખામણો થયેલો, અપમાનિત થયેલો માણસ સંઘ અને સમાજમાં, નગરમાં ને દેશમાં યશ-કીર્તિ કમાવા નીકળી પડે છે ત્યારે એ ઉકરડા ઉપર રમતો કૂકડો દેખાય છે! કૂકડો નાચે છે... ગાય છે.... પણ ઉકરડા ઉપર! કીર્તિની લાલસા ઉકરડો છે! જેને જીવનલય પામવો છે, બ્રહ્મલય પામવો છે, તેને કીર્તિયશ સાથે કંઈ જ લેવાદેવા નથી. એટલે યોગીપુરુષો કીર્તિના ઉકરડાથી દૂર એકાંતના ઉપવનમાં રહે છે! નામના અને પ્રસિદ્ધિથી દૂર રહે છે. આજે તો આ ઉકરડા (યશ-કીર્તિના) ઉપર કહેવાતા સાધુ-સંતો અને મહર્ષિઓ કૂકડાની રમત રમી રહ્યા છે.. કેવી કરુણતા છે આ?
ત્રીજી રમત બતાવી છે શક્તિના પ્રદર્શનની. બલિના બકરા તરીકે એ શક્તિશાળીને જુએ છે. મનીપાવર અને મસલ્સપાવર પર મુસ્તાક બનતા લોકો લગભગ હિંસાના માર્ગે ચાલ્યા જતા હોય છે. આ બે શક્તિઓના સદુપયોગનો એમને વિચાર જ નથી લાગતો. ધનશક્તિ અને તનશક્તિ પરપીડન માટે જ લગભગ વપરાતી હોય છે. આવા લોકોની નિયતિ સારી નથી હોતી. એક દિવસ તેઓ બલિના બકરાની જેમ જ વધેરાઈ જતા હોય છે. આ બલિના બકરાની વાત “ઉત્તરાધ્યાયન સૂત્રમાં ભગવાન મહાવીરે જુદી રીતે કહેલી છે. ગાયના વાછરડાનો અને ગાયનો સંવાદ ખૂબ રોચક છે.
હવે, આ લેખકે – રોબર્ટ એસ. ડી. રોપે – બીજી અભૌતિક ચાર રમતો બતાવી છે, તે પહેલાં બતાવી દઉં. પછી તને મનના પાંચ ખંડોમાં લઈ જઈશ, બરાબર?
For Private And Personal Use Only