________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
લય-વિલય-પ્રલય ચાર અ-ભૌતિક રમતો : ૧. સર્વોચ્ચ રમત (માસ્ટર ગેમ): એટલે જીવનજાગૃતિ માટેની રમત. વૈશ્વિક
ચેતનાની અર્થપૂર્ણ સંકલ્પના. (યુનિવર્સલ કોન્સિયસનેસ). અહંભાવ અને મમત્વના ઘોર અંધકાર તરફથી “નાડકું ને મમ' અહંમુક્ત ને મમમુક્ત
અજવાળામાં પ્રવેશવા માટેની ભવ્ય રમત! ૨. ધર્મ રમત ? એટલે મોક્ષ મેળવવા માટેની રમત. આ રમતના કેન્દ્રમાં
‘શિવમ્ (કલ્યાણ) હોય છે. ૩. વિજ્ઞાન રમત ? એટલે જ્ઞાનની ઉપાસના. વિજ્ઞાન સાથે વિવેક જોડવો
જોઇએ. નહીંતર અણુબોમ્બ બની શકે. આ રમતના કેન્દ્રમાં “સત્યમ્' રહેલું
હોય છે. ૪. કલા રમત: એટલે કે સૌન્દર્ય પામવાની રમત. વિશ્વમાં જે સૌન્દર્ય વ્યાપ્ત
છે. તેને ચિત્રકાર પ્રગટ કરે છે. આ રમતના કેન્દ્રમાં “સુંદર' રહેલું હોય
મનને શરણે નથી જવાનું. મનને સમજીને એની ખૂબીઓ તથા મર્યાદાઓને જાણવાની છે, તેથી મનોજય પ્રાપ્ત કરી શકાય છે. રોબર્ટ એસ. ડી. રોપ આપણા મનને પાંચ ઓરડાવાળા ઘર તરીકે ઓળખાવે છે. એ ઓરડાઓને તાળાં નથી અને એમાં મનનું આવન-જાવન સતત ચાલતું જ રહે છે.
મન-મહાલયના પાંચ ખંડો અર્થાત્ જાગૃતિની પાંચ કક્ષાઓ આ પ્રમાણે છે : પહેલો ખંડ: સ્વપ્નસહિત નિદ્રા. બીજો ખંડ : સ્વપ્ન વિનાની પ્રગાઢ નિદ્રા. ત્રીજો ખંડ: જાગ્રત ઊંઘ (Identification) ચોથો ખંડ: સ્વ'ની ઓળખ. (Self-remembering) પાંચમો ખંડ: બ્રહ્મભાવની મસ્તી. (Cosmic Consciousness)
પ્રત્યેક મનુષ્યને પહેલા ત્રણ ખંડમાં પ્રવેશ મળે જ છે. જીવવા માટે પણ આ ત્રણેની જરૂર હોય છે. શરીરની જાળવણી માટે પણ આ ત્રણે ખંડો અત્યંત જરૂરી છે. છેલ્લા બે ખંડમાં સામાન્ય મનુષ્ય પ્રવેશ નથી પામી શકતો. આ બે વાત વ્યક્તિગત સાધના પર નિર્ભર હોય છે. હવે આ પાંચ ખંડોનો સંક્ષિપ્ત પરિચય કરાવું. ૧. સ્વપ્નસહિત નિદ્રા : મન-મહાલયના આ પહેલા ખંડને આપણે ખુશીથી
For Private And Personal Use Only