________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૌતિક-અભૌતિક રમતો સ્વપ્નખંડ કહી શકીએ. આ ઓરડામાં “જવું' એ કેવળ માનસિક બાબત છે, કારણ કે આંખો બંધ હોય છે. એ ખંડમાં ક્યારેક એવું બને કે ચોર પાછળ પડે અને આપણે ઝટ દોડી ન શકીએ. પરંતુ ખરેખર જોઈએ તો દોડવાનું પણ માનસિક હોય છે. વીસમી સદીના બે ડ્રીમ-ડૉક્ટર્સ ફ્રોઈડ અને કાર્ય યુગ કહે છે કે સ્વપ્નવાળી, ઊંઘમાં ક્યારેક અર્ધ સ્વપ્ન અવસ્થા પણ હોય છે. સ્વપ્નો ત્રણ પ્રકારનાં બતાવાયાં છેઃ (૧) સાવ ઠેકાણા વિનાનાં, ગોટાળિયાં સ્વપ્ન. (૨) સ્વપ્નભૂમિ પર રચાતાં નાટકોવાળાં સ્વપ્ન.
(૩) કશીક બાબતનું રહસ્ય પ્રગટ કરનારાં સ્વપ્ન. ૨. સ્વપ્ન વગરની પ્રગાઢ નિદ્રા : આ એક એવી અવસ્થા છે, જેને આપણે
મૃત્યુની બહેનપણી કહી શકીએ. મન-મહાલયના આ બીજા ખંડમાં જીવનના ઘણા કલાકો ગાળવાના છે. આ અવસ્થામાં જીવનની બેટરી ચાર્જ થાય છે. આ ખંડમાં પ્રવેશવાની માણસને તક મળવી જોઈએ. આવી ઊંઘમાંથી સવારે જાગે ત્યારે માણસને લાગે કે જાણે એનો પુનર્જન્મ થયો છે! ૩. જાગ્રત ઊંઘ (Waking sleep): મન-મહાલયના ત્રીજા ખંડમાં પ્રવેશીએ.
જાગૃતિના આ ત્રીજા ખંડનો સંબંધ ઓળખાણ સાથે છે. જેમાં લલિતભાઈ, લલિતભાઈ તરીકે જ જીવનભર ઓળખાય છે. માણસ જે કંઈ અનુભવે, વિચારે, કરે, તેમાં જાણે ખોવાયેલો હોય છે. જાણે બધું થયા કરે છે..
યંત્રવત્ બનીને બધું કરતો રહે છે. ચુઆંગ સૂના સ્વપ્નાની વાતો જાણીતી છે. એ એક વાર સ્વપ્નમાં પતંગિયું બની
ગયો, પછી જાગી ગયો. એણે જાતને પ્રશ્ન પૂછ્યો : “શું સાચું? હું પતંગિયું હતો તે, કે ચુઆંગ ત્રુ છું તે?' આપણી આ કહેવાતી જાગૃતિ પણ જાગ્રત ઊંધ નથી ને? આ દૃશ્યમાન જગત પણ એક સ્વપ્ન જ નથી ને આવા પ્રશ્નો વાસ્તવિકતા (Reality) ની શોધના મૂળમાં છે. મનની પેલી પારના આ પ્રશનો છે. ૪. “સ્વ”ની ઓળખ (self-remembering) : આ ચોથા ખંડમાં પ્રવેશવા
સાધકે વિશેષ પ્રયાસ કરવાનો હોય છે. આમાં પ્રગાઢ અનુભૂતિઓની ક્ષણો આવે છે. “સ્વ”ની ભાળ મળે તેને “આત્મસાક્ષાત્કાર” કહેવામાં આવે છે.
સ્મૃતિલાભ” પણ કહેવાય છે. આ અવસ્થામાં મનુષ્ય દ્રષ્ટા બને છે. માત્ર અભિનેતા બને છે. માત્ર સાક્ષીભાવે દ્રષ્ટા બને છે. “અબ્રાહમ મેસ્લો’
For Private And Personal Use Only