________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૦૧ એ સમયે શ્રાવસ્તિ નગરીમાં “જિતશત્રુ' નામનો રાજા હતો. તેની પત્નીનું નામ હતું ધારિણી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ હતું કુંદક. કુમાર છંદકને એક બહેન હતી, તેનું નામ હતું પુરંદરયશા. રાજા જિતશત્રુએ પુત્રીને રાજા દંડક સાથે પરણાવી હતી.
એક દિવસ, દંડક રાજાએ કોઈ પ્રયોજનથી પોતાના દૂત “પાલક”ને શ્રાવતિ મોકલ્યો. પાલક બ્રાહ્મણ હતો. જૈન ધર્મ પ્રત્યે તેના મનમાં ઘોર ધૃણા અને દ્વેષ હતાં. જૈન ધર્મની પ્રશંસા તે સાંભળી શકતો ન હતો. જ્યારે તે જિતશત્ર રાજાની સભામાં આવ્યો, રાજા જિતશત્રુ જૈન ધર્મની ચર્ચામાં પરોવાયેલા હતા. પાલક ચર્ચામાં જોડાયો, અને જૈન ધર્મના સિદ્ધાન્તોનું ખંડન કરવા લાગ્યો. રાજ કુમાર કુંદક ત્યાં જ હતો. તે વિચક્ષણ બુદ્ધિવાળો હતો. અભુત કૌશલવાળો હતો. તેણે પાલકની બોલતી બંધ કરી દીધી. નિત્તર કરી દીધો. સ્કંદકની તર્કશક્તિ આગળ પાલક ઝાંખો પડી ગયો. સભાસદોએ કુંદકકુમારની ખૂબખૂબ પ્રશંસા કરી અને પાલકની ખૂબ હાંસી ઉડાવી. પાલક ઝંખવાણો પડી ગયો, મનમાં રાજકુમાર પ્રત્યે ઘણો દ્વેષ જાગ્યો... પણ શું કરી શકે? પાલક પોતાનું કામ પતાવી પાછો કુંભકારકટ નગરમાં આવ્યો.
આ ઘટના બન્યા પછી ઘણાં વર્ષો વીત્યાં. રાજકુમાર સ્કંદક આ સંસારવાસથી વિરક્ત બન્યા. ભગવંત મુનિસુવ્રત સ્વામી શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. પાંચસો રાજકુમારો સાથે સ્કંદ કુમારે ચારિત્ર સ્વીકાર્યું. ચારિત્ર સ્વીકારી કુંદકમુનિએ સ્થવિર જ્ઞાની પુરષો પાસે રહી જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ સાધી. સંયમની સાધનામાં સુદઢ બન્યા. કાળાંતરે તેઓ આચાર્યપદે આરૂઢ થયા.
એક દિવસ તેમના મનમાં કુંભકારકટ નગરમાં રહેલી પોતાની બહેન રાણી પુરંદરયશાને પ્રતિબોધ કરવાની ભાવના જાગી. તેઓ ભગવંતમુનિ સવ્રતસ્વામી પાસે ગયા.
હે જગત્પજ્ય, હું કુંભકારકટ નગરમાં બહેન પુરંદરયશાને પ્રતિબોધ પમાડવા જાઉં?”
“હે સ્કઇંક, તમને ત્યાં મારણાનિક ઉપસર્ગ થશે. તમારા સમગ્ર પરિવાર પર ઉપસર્ગ થશે.” ભગવંતે કહ્યું. “હે પ્રભો, ત્યાં અમે આરાધક બનીશું કે વિરાધક?' ‘તમારા વિના બધા મુનિવરો આરાધક બનશે!”
સ્કંદકાચાર્યે પાંચસો સાધુઓ સાથે કુંભકારકટ નગર તરફ પ્રયાણ કર્યું. ગામોગામ વિહાર કરતા તેઓ કુંભકારકટ નગરની પાસે પહોંચ્યા.
For Private And Personal Use Only