________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
જીંદકાચાર્ય નગરમાં સમાચાર ફેલાઈ ગયા. પાલક મંત્રીને પણ સમાચાર મળ્યા. તેનું મન હજુ પણ શ્રાવર્તિની રાજસભામાં થયેલા એના પરાભવથી બળી રહેલું હતું. પરભવનો ઘા હજુ રૂઝાયો ન હતો. તે જાણતો હતો કે “કંદકાચાર્ય એ જ રાજકુમાર છે કે જેણે મારો શ્રાવસ્તિની રાજસભામાં પરાભવ કર્યો હતો.'
પાલક પાસે માત્ર એક રાતનો સમય હતો. આચાર્ય નગરમાં આવી ગયા પછી એ કંઈ કરી શકે એમ ન હતો. તેણે એક પ્રહર સુધી ખૂબ વિચાર્યું. તેને એક ઉપાય સૂયો. રાત્રિના સમયે એ રાજ ભંડારીને ત્યાં પહોંચ્યો. રાજ ભંડારીને જગાડ્યો અને શસ્ત્રાગાર ખોલાવ્યો. શસ્ત્રાગારમાંથી પાંચસો સુભટોને જોઈએ તેટલા શસ્ત્રો લીધાં અને શસ્ત્રાગારની પાછળ છુપાઈને ઊભો. રાજભંડારી શસ્ત્રાગાર બંધ કરી બહાર નીકળ્યો કે પાછળથી પાલકે આવી તેના પર મરણતલ પ્રહાર કર્યો. રાજભંડારી ત્યાં જ ઢળી પડ્યો.
શસ્ત્રો લઈને પાલક નગરની બહાર આવ્યો. જે ઉદ્યાનમાં આચાર્ય ઊતરવાના હતા, તે ઉદ્યાનમાં તેણે ઠેકાણે ઠેકાણે શસ્ત્રો જમીનમાં દાટવા માંડ્યાં. આખી રાત તેણે કામ કર્યું. સવારે તે પોતાના ઘરે ગયો.
પ્રભાતે કુંદકાચાર્ય પાંચસો સાધુઓના પરિવાર સાથે કુંભકારકટ નગરમાં પધાર્યા. બાહ્ય ઉદ્યાનમાં તેમણે સ્થિરતા કરી. રાજા દંડક, રાણી પુરંદરયશા પરિવાર સાથે આચાર્યદેવને વંદન કરવા આવ્યાં. આચાર્યદેવે વૈરાગ્યમયી દેશના આપી. જનસમુદાયના મન પ્રસન્ન થઈ ગયાં. રાજા-રાણી આચાર્યની સુખશાતા પૂછી નગરમાં પાછાં આવ્યાં.
મહારાજા ભોજનાદિથી પરવારી બેઠા હતા અને પાલક ત્યાં પહોંચી ગયો. તેણે ખૂબ ચતુરાઈપૂર્વક રાજાને સમજાવી દીધું કે કંદાચાર્ય વાસ્તવમાં સાધુ નથી. માત્ર સાધુનો વેશ સજી કોઈ દુષ્ટ ઇરાદાથી અહીં આવેલો છે. તે પાંચસો સહસયધી યોદ્ધાઓને મુનિવેશમાં સાથે લઈ આવ્યો છે. ખરેખર, એ પાખંડીની દાનત બૂરી છે. જે ઉદ્યાનમાં એ રહ્યા છે, તે ઉદ્યાનમાં ઠેર ઠેર જમીનમાં શસ્ત્રો છુપાવેલાં છે. અને આપણા શસગારના અધિકારીની રાત્રે હત્યા કરવામાં આવી છે. આપ તપાસ કરાવો.'
તપાસના અંતે પાલકની વાતોનો રાજાને વિશ્વાસ પડ્યો. રાજાએ પાલકને કહ્યું : “સાચી વાત છે પાલક, હું તો અંદકકુમારને જાણતો હતો કે એ મહાન ધાર્મિક વૃત્તિનો અને સાત્ત્વિક કુમાર છે. તેણે ભગવંત મુનિસુવ્રત સ્વામી પાસે ચારિત્ર લીધું, ને તે આચાર્ય બન્યો. આજે આ બધું જોઈને મારી માન્યતાઓ ખોટી પડી.”
For Private And Personal Use Only