________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૨૩ - “વૈરાગી જ સુખી' આ વાત ભાર દઈને સમજાવી. - રાજ કુમાર મદનબ્રહ્મની જ્ઞાન દષ્ટિ ખૂલી ગઈ. - તે બહિર્ભાવમાંથી અંતર્ભાવ તરફ વળ્યો. - આત્મકલ્યાણ સાધી લેવાની રટણા લાગી ગઈ. - તે મહેલે આવ્યો.
રાજા-રાણીને વિનયથી કહ્યું : “હવે હું સંસારમાં નહીં રહી શકું. મારું મન વિરક્ત બન્યું છે. હું સર્વસ્વનો ત્યાગ કરી સંયમધર્મ સ્વીકારવા ઇચ્છું છું. મને અનુમતિ આપો.' - દુઃખી મને માતા-પિતા અનુમતિ આપે છે. - કપાતે હૈયે બત્રીસ સ્ત્રીઓ પતિને વિદાય આપે છે. -- મદનબ્રહ્મ કુમાર મદનબ્રહ્મ મુનિ બની ગયા.
૦ ૦ ૦ ગુરુચરણોમાં રહી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તપ કર્યું. ઉપસર્ગો ને પરિષહો સહન કરવાની શક્તિ કેળવી. ગુરુદેવે મદનબ્રહ્મ મુનિને એકલા વિચરવાની આજ્ઞા આપી. - સમતાભાવે જ ઉપસર્ગો-પરિષહી સહી શકે, - ઇન્દ્રિયો અને મન પર જેણે વિજય મેળવ્યો હોય, - જેઓ ધીર, વીર અને પરાક્રમી હોય, - મોક્ષમાર્ગના જેઓ જ્ઞાતા હોય, તેમને
એકલા વિચરવાની તીર્થકરોએ અનુમતિ આપેલી છે. મદનબ્રહ્મ મુનિ વિચરતા-વિચરતા ત્રંબાવતી નગરીમાં પહોંચ્યા. મધ્યાહ્ન કાળ હતો. મુનિરાજ ગોચરી લેવા માટે નગરમાં ફરવા લાગ્યા.
એક હવેલીની બારીમાં એક યૌવના ઊભી હતી. તેણે મુનિરાજને જોયા. યુવાન અને રૂપવાન મુનિરાજને જોઈ, એ કામાતુર સ્ત્રી મોહિત થઈ ગઈ. શ્રીમંત ઘરની સ્ત્રી હતી. પતિ પરદેશ હતો. ઘરમાં એ અને એની દાસી, બે જ હતાં. તરત જ દાસીને મુનિરાજ પાસે મોકલી ભિક્ષા માટે હવેલીમાં બોલાવ્યા. દાસીએ વિનયથી-નમ્રતાથી મુનિને વિનંતી કરી.
For Private And Personal Use Only