________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. ઝાંઝરીયા મુનિ TI
આ એક શાસ્ત્રીય કથા છે. ઘણી ઘણી પ્રાચીન કથા છે.
પ્રતિષ્ઠાપુર નગર હતું. ત્યાંના રાજાનું નામ હતું મકરધ્વજ અને રાણીનું નામ હતું મદનસેના. તેમનો એક જ કુમાર. તેનું નામ પાડેલું મદનબ્રહ્મ.
મદનબ્રહ્મ એટલે રૂપરૂપનો અંબાર! શૌર્ય, ધૈર્ય અને સૌન્દર્યની મૂર્તિ!
જ્યારે એની કાયામાં તારુણ્ય હિલોળા લેવા માંડ્યું, યૌવને પાંખો વીંઝી ત્યારે આસપાસના દૂરના અનેક રાજાઓએ પોતપોતાની રાજ કુમારિકાઓ માટે મદનબ્રહ્મની માગણી કરી. રાજા મકરધ્વજે ૩ર રાજકુમારીઓ સાથે મદનબ્રહ્મનાં લગ્ન કર્યા. ભવ્ય લગ્નોત્સવ કર્યો. પ્રજાની દરિદ્રતા દૂર કરી દીધી.
ઇન્દ્ર જેમ ઇન્દ્રાણીઓ સાથે યથેચ્છ સુખ ભોગવે તેમ મદનબ્રહ્મ પોતાની ૩૨ રાણીઓ સાથે મનગમતાં સુખભોગ ભોગવવા લાગ્યો. ક્ષણોની જેમ દિવસ-રાત પસાર થઈ જાય છે... એમ કરતાં કેટલાંક વર્ષો વીત્યાં...
એક દિવસ પ્રતિષ્ઠાનપુરના બાહ્ય ઉદ્યાનમાં એક મહામુનિ પધાર્યા. જ્ઞાની હતા, તપસ્વી હતા. સૌમ્ય અને શીતલ હતા. સંયમી અને મધુરભાષી હતા. વનપાલકે રાજાને જાણ કરી - “ઉદ્યાનમાં એક મહામુનિ પધાર્યા છે.'
આમેય નગરમાં ઇન્કમહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. રાજકુમાર પોતાની ૩૨ પત્નીઓ સાથે મહોત્સવમાં મહાલવા ઉદ્યાનમાં જ ગયો હતો. મુનિરાજનાં દર્શન કરતાં જ એના હૃદયમાં આનંદ-આનંદ થઈ ગયો. તેનું મન ભીનું ભીનું થઈ ગયું. મુનિરાજને વંદના કરી, વિનયથી એ મુનિરાજ સામે બેઠો. - મુનિરાજે ધર્મોપદેશ આપ્યો. - આ સંસારને સ્વપ્નતુલ્ય બતાવ્યો. - વૈષયિક સુખોને મૃગતૃષ્ણાવતું બતાવ્યાં. - મનુષ્યજીવનની દુર્લભતા સમજાવી. - સંયમધર્મનો મહિમા બતાવ્યો.
For Private And Personal Use Only