________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૨૧ ચેતન, ઈલાચીકુમારને કેવળજ્ઞાન પ્રગટ્યું, તેમાં એના પ્રારંભિક વર્ષોના સંસ્કારોને કારણે માનીએ, પરંતુ રાજા-રાણી તથા નટકન્યાને જે રીતે કેવળજ્ઞાન થયું... તે તો આશ્ચર્યમુગ્ધ કરે છે. રાજા-રાણીના જીવનમાં કોઈ ધાર્મિક ભૂમિકા હોવાનું જાણવા મળતું નથી. બલકે રાજાની મોહાંધતા અને તીવ્ર કષાય જોવા મળે છે... થોડી જ મિનિટો પછી કેવું જબ્બર પરિવર્તન આવી જાય છે? ધોધમાર વરસાદ પડ્યા પછી, ભયંકર વાવાઝોડું આવી ગયા પછી જેવી નીરવ શાન્તિ પૃથ્વી પર પથરાયેલી જોવા મળે છે. ઘનઘોર વાદળ વાયુના પ્રચંડ પ્રહારોથી ફાટીને વીખરાયાં પછી આકાશ જેવું શાન્ત નિર્મળ ને સ્વચ્છ ભાસે છે. એવું આ ચારે મહાન આત્માઓમાં ઘટી ગયું હોય, એમ લાગે છે. - ઇલાચીના મનમાં મોહવિકારનું તોફાન હતું. - નટકન્યાના મનમાં વિષયવાસનાનું તોફાન હતું. - રાજાના મનમાં પણ મોહતૃષ્ણાનું જ તાંડવનૃત્ય ચાલ્યું હતું. - મહારાણીના મનમાં રાજા પ્રત્યે નફરતની આગ લાગી હતી.
મને ખરેખર નટકન્યાનો વિચાર વધારે ઊંડાણમાં લઈ જાય છે! એક ચરમશરીરી આત્મા, ગામેગામ ભટકતા, લોકોને ઘેર ભીખ માગીને પેટ ભરતા, બજાણિયા કોમના એક પરિવારમાં જન્મી શકે છે! જે ને વર્તમાન જીવનમાં જ સર્વજ્ઞવીતરાગ બનવાનું છે... અને આ જ જીવનમાં મુક્તિ પામવાની છે, એ આત્મા રસ્તે રઝળતા એવા બજાણિયાના ઘરમાં જન્મે! હશે ને એવાં ખેં! ઠીક છે કે ચરમશરીરી હતા એટલે એના ચોકકસ સમયે નિમિત્ત મળી ગયું! ચરમશરીરીને ચરમશરીરીનો સંગ મળી ગયો! દેખીતી રીતે આ સંગ સમાજવિરુદ્ધ હતો! પરંતુ ભીતરના ભેદ કોણ જાણે? ઇલાચી નટકન્યાને મળી ગયો, એ બે, રાજા-રાણીને મળી ગયાં! રાજા-રાણી પણ ચરમશરીરી જ હતાં ને! એમને પણ નિમિત્ત જોઈતું હતું. મોહદશાને ધક્કો મારી દે એવું નિમિત્ત જોઈતું હતું, મળી ગયું
નીચ કુળમાં પણ કોઈ ઉત્તમ જીવાત્મા જન્મતો હોય છે. માટે કોઈનો તિરસ્કાર નથી કરવાનો. “હું ઉચ્ચ ને તું નીચ’ એવો અહંકાર નથી રાખવાનો. તો જ લયની સાધના થઈ શકે.
For Private And Personal Use Only