________________
Shri Mahavir Jain Aradhana Kendra
TE
www.kobatirth.org
૧૬. ઈન્દ્રયજયથી કષાયજથ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન.
ગયા પત્રના અનુસંધાનમાં આજે આગળ વધું છું.
ઇન્દ્રિયવિજય કર્યા વિના કષાયવિજય શક્ય નથી. માટે સાધકે પહેલાં ઇન્દ્રિયવિજય મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો પુરુષાર્થ ‘વૈરાગ્ય’ ના મેદાનમાં દૃઢ ઊભા રહીને કરવો જોઈએ. અર્થાત્ વૈરાગ્યને હૃદયમાં સ્થિર કરીને જ ઇન્દ્રિયવિજય કરી શકાય. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે.
‘પ્રશમરતિમાં કહેવાયેલું છે :
If
दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिन् तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः । ।
प्रशमरति / १६
પ્રતિદિન એક જ કામ કરવાનું છે: વૈરાગ્ય-ભાવનાને વાસના બનાવી દેવાની છે. મન-વચન-કાયાથી આ એક જ કામ કરી લેવાનું છે.
વૈરાગ્યની ભાવના વાસનારૂપે બને એટલે વૈરાગ્ય સ્થિર બને. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે તેમ તેમ રાગ-દ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગ-દ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન-વચન-કાયાથી પ્રહારો કરવા પડે. મનથી એવું ચિંતન કરો, જબાનથી એવી વાણી બોલો અને પાંચ ઇન્દ્રિયોથી એવી ક્રિયા કરો કે જેથી રાગ-વાસનાનું વિસર્જન થઈ જાય, દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય.
'अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः ?
तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।। - शाम्यशतक / ४३
આવો એક દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે, ‘મારે કષાયવિજય કરવો છે, તે માટે ઇન્દ્રિયવિજય મેળવવા વૈરાગ્યભાવનાને દૃઢ કરવી છે.‘ જ્યાં સુધી સાધક આવો સંકલ્પ નહીં કરે ત્યાં સુધી એ દિશામાં પુરુષાર્થ નહીં કરી શકે. પુરુષાર્થમાં જોશ, જુસ્સો અને ઝડપ નહીં આવે.
For Private And Personal Use Only