________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૩૧
નહી, સૂર્યના પ્રકાશથી ઝળહળતો દિવસ હો કે અમાસની ઘોર અંધારી રાત હો, દિવસ તેમને હર્ષવિભોર કરી શકતો નથી, રાત્રિ તેમને શોકાતુર કરી શકતી નથી.
એક વાત ચેતન, સમજી લેજે કે બાહ્ય જગત સાથેના સંબંધો તોડી, આંતર જગત સાથે સંબંધ બાંધ્યા વિના મન, વચન, કાયાની સ્થિરતા, સ્વભાવદશામાં સ્થિરતા-લયલીનતા પ્રાપ્ત થઈ શકતી નથી.
શા માટે વ્યર્થ-નિરર્થક વિચારો-વિકલ્પો કરવાના? એ વિચારો-વિકલ્પો મનુષ્યને અસ્થિર, ચંચળ અને પાપી બનાવે છે. સ્થિરતાને ‘જ્ઞાનસાર માં રત્નદીપકની ઉપમા આપી છે. (સ્વૈર્ય-રત્નપ્રવીપઃ) સ્થિરતા છે રત્નનો દીપક, ઝળહળતો પ્રકાશ!
‘હું મારા આત્મસ્વભાવમાં, આત્મગુણોમાં ૨મણતા કરું. લય પ્રાપ્ત કરું, આત્મગુણોનો સ્વામી બનું...' આવી ભાવનાઓ મનથી ભાવવાની છે. ‘તે માટે હું પરપુદ્ગલની આસક્તિ દૂર કરું, બાહ્ય જગતને જોવાનું, સાંભળવાનું, અનુભવવાનું ત્યજી દઉં... સ્વાત્મભાવની ઉપાસનામાં લીન બની જાઉં!' આ છે રત્નદીપકનો પ્રકાશ! આ પ્રકાશથી મનોમંદિર દેદીપ્યમાન બને છે.
ચેતન, મનની સ્થિરતામાં માટું બાધક તત્ત્વ છે મોહમૂઢતા.
મોહમૂઢતા એટલે ‘હું' અને ‘મારું' (અહં-મમ) - મોહનો આપેલો આ મંત્ર છે. મનુષ્ય આ મંત્ર આંખ મીંચીને જપતો રહે છે... અને આંધળો બની સંસારની શેરીઓમાં ભટકતો રહે છે.
૦ રાત હો કે દિવસ હો,
૦ ગામ હો કે જંગલ હો,
૦ ઘરમાં હો કે દુકાનમાં,
૦ તીર્થમાં હો કે પહાડ પર...
૦ મંદિરમાં હો કે મઠમાં...
O ગૃહસ્થ હો કે સંત!
હું અને મારું-નો વળગાડ એને ભ્રમિત કરતો રહે છે. એને હસાવે છે, રડાવે છે... ભટકાવે છે ને આપઘાત પણ કરાવે છે.
‘હું' અહંકારને બહેકાવે છે.
For Private And Personal Use Only