________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભાવે દ્રષ્ટા બનો “મારું” મમત્વને ધુણાવે છે.
આ અહંકાર અને મમત્વ મનને અંધકારથી-તમસથી ભરી દે છે. માણસ તમસાવૃત્ત બને એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી પોતાનો વિનિપાત કરે છે. એનો “જીવનલયે' તૂટી જાય છે. એને લયયોગ' નું સ્વપ્ન પણ નથી આવતું. જેમ ગટરના ભૂંડને વિષ્ટા જ ભાવે, મિષ્ટાન્ન ન ભાવે, તેમ મોહમૂઢતાના અંધકારથી વ્યાપ્ત મનુષ્યને દુષ્ટ વિચારો જ ગમે! એને સારા-પવિત્ર વિચાર ગમે જ નહીં. કોઈ સારો વિચાર આપે તો ય એ અકળાઈ જાય... ગ્રહણ ન કરી શકે.
મહાનુભાવ મનનો લય પામવા માટે સ્થિરતા જોઈએ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મહમુક્ત થવું પડે. મોહમુક્ત થવા માટે “હું” અને “મારું' ભૂલવું જ પડે. તે ભૂલવા “નારું' (હું નથી), “ મન' (મારું કંઈ નથી.) - આ મંત્ર આત્મસાત્ કરવો પડે! વિચારજે, ગંભીરતાથી વિચારજે. કુશળ રહે. તા. ૧૧-૪-૯૮
MM
A
For Private And Personal Use Only