________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હo
સાક્ષીભાવે દ્રષ્ટા બનો જ્ઞાનસાર' માં આ વાત બહુ સરસ રીતે કહેવાઈ છે. સંસાર મદિરા-પાનનું પીઠું(બાર) છે. મોહ માદક મદિરા-દારૂ છે." વિચારો (મનના) મદિરા પીવાના જામ છે!
મૂઢ જીવાત્મા, પૌત્રલિક સુખોના વિચારો... મોહમદિરાથી છલોછલ ભરેલા વિચારો-વિકલ્પો કરી કરીને ઉન્મત બન્યો છે. ઘડીકમાં તાલીઓ પાડતો નાચે છે, ઘડીકમાં છાતી કૂટતો રુદન કરે છે. ઘડીકમાં સુંદર વસ્ત્રો પહેરી બજારમાં ફરે છે... તો ઘડીકમાં વસ્ત્રો કાઢી નાંખી ગટરમાં આળોટે છે! તમે દ્રષ્ટા બનીને માત્ર જોયા જ કરો...
ક્ષણ પહેલાં “મારા પિતા... મારા પપ્પા...' કરતો ગળે વળગી પ્રેમચેષ્ટા કરે છે, તો ક્ષણ પછી એના જ પર દંડાઓના પ્રહાર કરે છે. ક્ષણ પહેલાં “મારો બાબો..મારો બબલુ કરી સ્નેહથી તરબોળ બની જાય છે તો ક્ષણ પછી એ જ માતા વાઘણ બની પુત્રનાં ચામડાં ચીરી નાંખે છે. સવારે “મારા પ્રાણપ્રિય નાથ...' કહીને ગાઢ આલિંગન આપે છે... બપોરે “દુષ્ટ, ચંડાલ...” કહીને ગલીચ ગાળો આપે છે!
મનની સ્થિરતા, મનનો લય પામવા માટે : -- મોહ-શરાબનો નશો કરવો બંધ કરવો પડે. - વૈષયિક સુખોની તીવ્ર તમા ત્યજવી પડે. - વિકલ્પ-વિચારોનાં મદિરા-પાત્રોને ફેંકી દેવાં પડે.
જ્ઞાનાનંદમાં મનની સ્થિરતા મેળવવા આ દ્રષ્ટાભાવ કેળવવો જ પડશે. જ્ઞાનાનંદમાં મન સ્થિર ન બને તો પરમબ્રહ્મમાં મગ્ન શી રીતે બની શકે? પરમબ્રહ્મની મગ્નતા વિના પૂર્ણતા, આત્મસ્વરૂપની પૂર્ણતા.. અનંત ગુણોની પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
મનઃસ્થિરતાના પાત્રમાં જ્ઞાનામૃતનું પાન કરનાર પુરુષ જ વિવેકી, વિશુદ્ધ વ્યવહારી અને ધર્મપરાયણ બની શકે છે. મન-વચન અને કાયામાં સ્થિરતા આવે, તન્મયતા પ્રાપ્ત થાય અને એ મનુષ્ય યોગીની કક્ષામાં પહોંચી જાય છે. એવા યોગીપુરુષો ગામમાં રહે કે નગરમાં, દિવસ હોય કે રાત હોય, તેઓ સમ-સ્વભાવવાળા રહે છે. મનના ગમા-અણગમા નથી હોતા, કાયાની અનુકૂળતાપ્રતિકૂળતા નથી હોતી. નગરનો તેમને રાગ નહીં, અરણ્યમાં તેમને ઉદ્વેગ
For Private And Personal Use Only