________________
Shri Mahavir Jain Aradhana Kendra
1)
www.kobatirth.org
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
એકાંત,
મૌન... અને
૨૧. ધ્યાતાનાં ૧૦ લક્ષણો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન.
આ ત્રણ વાતો ઉપર આપણું ચિંતન ચાલી રહ્યું છે. એક સાધકે પ્રશ્ન કર્યો: ‘મન બીજા માણસોના ગુણ-દોષો જોવામાં જાય છે... પછી એ ગુણ-દોષો બોલી પણ જવાય છે... તો શું કરવું આ વૃત્તિ-પ્રવૃત્તિથી બચવા?’ મેં એ સાધકને ‘પ્રશમરતિ‘નો એક શ્લોક સંભળાવ્યો:
यावत् परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद् वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।।१८४ । ।
‘જ્યાં સુધી મન બીજા જીવોના ગુણ-દોષ જોવામાં ને ગાવામાં પ્રવૃત્ત રહેતું હોય ત્યાં સુધી એ મનને ‘વિશુદ્ધ ધ્યાન’માં વ્યગ્ન (લીન) કરવું શ્રેષ્ઠ કામ છે.' મહાનુભાવ, આધ્યાત્મિક માર્ગે સ્વાત્મા સિવાય કોઈનોય વિચાર કરવાનો નથી. બીજા જીવોના ગુણ-દોષોના વિચાર કરવાના નથી. તો જ તમે આત્મતત્ત્વના ઊંડા ચિંતનમાં ડૂબી શકવાના.
બીજા જીવોના દોષ જોવાથી, દોષોને વારંવાર યાદ કરવાથી ક્યારેક તમે અવર્ણવાદ કરતાં થઈ જશે. આ અશુભ મનોયોગ અને વચનયોગથી પાપકર્મોનો બંધ થવાનો! માટે બીજા માણસોના દોષ જોવાના જ નહીં. સાથે સાથે બીજા માણસોના ગુણ પણ નથી જોવાના. અલબત્ત ગુણદર્શન કરવું સારું છે, પરંતુ ગુણદર્શન કરવા જતાં દોષદર્શન થઈ જવું ઘણું સ્વાભાવિક છે. જેમકે ‘આ ભાઈ ખૂબ સારા વિદ્વાન છે, ધર્મ-તત્ત્વોના જ્ઞાતા છે', આ આપણે ગુણદર્શન કર્યું, એટલે એ ભાઈ પ્રત્યે એ સદૂભાવ જાગ્યો, પછી એના વિચારો આપણા મનમાં આવતા રહેવાના. ‘આ ભાઈ વિજ્ઞાન તો છે, પણ તપ કરતા નથી...’ આવું દોષ-દર્શન એક દિવસ થઈ જવાનું.
For Private And Personal Use Only