________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
કદાચ તમે પૂછશો કે “જેવું હોય તેવું જોવું તેમાં દોષ લાગે?' જેવું હોય તેવું જોવું ને જાણવું તે દોષરૂપ નથી, પરંતુ રાગ-દ્વેષ થવા તે દોષરૂપ છે. રાગ-દ્વેષ કર્યા વિના જોવાનું ને જાણવાનું ન આવડે ત્યાં સુધી ગુણ-દોષ જોવાનાજાણવાના નથી. દોષ જોવાથી વૈષ થાય છે ને ગુણ જોવાથી રાગ થાય છે - માટે આ બંને વર્ય છે.
માટે ભગવાન ઉમાસ્વાતિ કહે છે : “જ્યાં સુધી મન બીજાઓના ગુણદોષ ગાવામાં પ્રવૃત્ત રહેતું હોય ત્યાં સુધી મનને વિશુદ્ધ ધ્યાનમાં લીન કરવું શ્રેષ્ઠ છે. વિશુદ્ધ ધ્યાનમાં પરમાનંદની-ચિદાનંદની અનુભૂતિ થશે.' એ અનુભૂતિ થયા પછી પૌગલિક-ભૌતિક વાતો નિરસ અને નિરર્થક લાગશે. જરાય ગમશે નહીં.
અહીં વિશુદ્ધધ્યાનની વાત કરી છે, તો આપણે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનથી થોડી અનુપ્રેક્ષા કરી લઈએ.
- ધ્યાતા અંતરાત્મા હોય. (ATISત્તરાત્મા) - ધ્યેય પરમાત્મા હોય. (પ્લેયરતુ પરમાત્મા) - ધ્યાન સ્થિર મન હોય. ( fથરમારસાઇ શા)
અર્થાત્ અરિહંત પરમાત્માને ધ્યેય બનાવી અંતરાત્મા ધ્યાન કરે. ધ્યાન એટલે મનની એકાગ્રતા, સજાતીય જ્ઞાનની ધારા. અંતરાત્મા ધ્યેયરૂપ પરમાત્મામાં એકાગ્ર બની જાય,
પ્રવચનસાર'માં કહેવાયું છે : “જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.'
અરિહંતના વિશુદ્ધ અને પરમપ્રભાવક આત્મદ્રવ્યનું ધ્યાન કરવાનું છે. એમના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને વીતરાગતા આદિ ગુણોનું ધ્યાન કરવાનું છે. એમના આઠ પ્રાતિહાર્ય વગેરે પર્યાયોનું ધ્યાન કરવાનું છે.
આવું ધ્યાન થાય ત્યારે અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે! પણ જો આત્મા મેલો હોય, ગંદો હોય તો ક્યારેય પરમાત્માનું પ્રતિબિંબ ન પડે. ઉત્તમ સ્ફટિક રત્નમાં પ્રતિબિંબ પડે છે. સ્વચ્છ કાચમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે. એવી રીતે નિર્મળ-ઉજ્વલ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે.
આત્માની સહુથી મોટી મલિનતા છે ઇચ્છાઓ.. વૃત્તિઓ... સ્પૃહાઓ. આ ઇચ્છાઓની મલિનતા દૂર થતી જાય તેમ આત્મા સ્ફટિક રત્ન જેવો સ્વચ્છ ને પારદર્શક બનતો જાય. તેમાં પછી પરમાત્માનું પ્રતિબિંબ પડે. મહત્ત્વની વાત છે ક્ષીણવૃત્તિ બનવાની, ઇચ્છાઓથી મુક્ત થવાની ઇચ્છાઓ જ એકાગ્રતાનો
For Private And Personal Use Only