________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉo
કષાય-ઉત્પત્તિનાં ૧૦ કારણો ત્યારે જ લય થાય, જ્યારે મન શુદ્ધ બને. આ પહેલાં મેં તને લખેલું છે કે શુદ્ધ મન જ આંતર પ્રસન્નતાના સરોવરમાં ઝીલી શકે છે. શુદ્ધ મન દ્વારા જ ચિદાનંદની મોજ માણી શકાય છે. એટલે મનની શુદ્ધિ કરવી સાધક માટે અનિવાર્ય કહેવાય છે. મનમાં સૌથી મોટી અશુદ્ધિ “કષાયોની છે.
આચારાંગ-નિર્યુક્તિ” માં કહ્યું છે કે “સંસારનું મૂળ કર્મો છે અને કર્મોનું મૂળ કપાય છે.” “કપાય શબ્દ “કષ' અને “આય' આ બે શબ્દોના યોગથી બન્યો છે. આ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. “કષ' એટલે સંસાર (જન્મ-મરણ) અને આય એટલે લાભ. જેનાથી સંસારમાં પરિભદ્માણ કરવાનો લાભ થાય તેનું નામ કષાય. અથવા ‘માત્માનું છNયતીતિ વિષય:' -- જે આત્માને કસે છે તે કષાય છે. જેના કારણે આત્માને પુનઃ પુનઃ જન્મમરણના ચક્રમાં પિસાવું પડે છે તે કષાયો છે.
આ કાષાયિક મનોવૃત્તિઓ આત્માને કલુષિત કરે છે. આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં “આવેગાત્મક અવસ્થાઓ' કહી શકાય. કષાયોની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિયોના વિષયો છે. ઇષ્ટ વિષયનો રાગ અને અનિષ્ટ વિષય પ્રત્યે દ્વેષ. આ રાગ-દ્વેષથી કપાયો ઉત્પન્ન થાય છે. આ કષાયો સંસારના મૂળને સીંચતા રહે છે. “સ્થાનાંગ સૂત્રમાં અને “પ્રશમરતિમાં કહ્યું છે કે રાગ, માયા અને લોભને જન્મ આપે છે, જ્યારે દ્વેષ, ક્રોધ અને માનને જન્મ આપે છે. આ રાગ-દ્વેષ જ કષાયોના જનક છે. આરીતે કષાયોના ચાર પ્રકાર છે :
ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાયો ચાર-ચાર પ્રકારના હોય છે: તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર અને મંદ. આપણી પરિભાષામાં અનન્તાનુબંધી કપાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજ્વલન કષાય.
૦ અનન્તાનુબંધી કષાય (ક્રોધાદિ ૪) અંત વિનાના હોય. (તીવ્રતમ) ૦ અપ્રત્યાખ્યાન કષાયની મર્યાદા એક વર્ષની હોય. (તીવ્રતર) 0 પ્રત્યાખ્યાન કષાયની મર્યાદા ચાર મહિનાની હોય. (તીવ્ર) ૦ સંજ્વલન કષાયની મર્યાદા પંદર દિવસની હોય. (મંદ)
આ એક સર્વસાધારણ નિયમ બતાવવામાં આવ્યો છે. કષાયોના સૂક્ષ્મ ચિંતનમાં તો અનન્તાનુબંધી કષાય પણ ચાર પ્રકારનો કહેવામાં આવ્યો છે! આમ તો આ કષાય મિથ્યાત્વ સાથે ગાઢ રીતે સંબંધિત હોય છે. છતાં જેમ મિથ્યાત્વ પ્રબળ હોય, મંદ હોય, મંદતર હોય છે તેમ અનન્તાનુબંધી કષાય પણ મંદ હોઈ શકે છે. એટલે તો નિર્ગળ્ય-પ્રવચન-સંઘથી બહારના અન્ય
For Private And Personal Use Only