________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5 ૧૪. કષાથ-ઉત્પત્તિનાં ૧૦ કારણોને ને
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો. મનની વિકૃતિઓ શરીરના લયને કેવી રીતે ખોરવી નાંખે છે, એ બધી વાતો તને ગમી, જાણીને આનંદ થયો. ચેતન, સર્વ કળાઓમાં શ્રેષ્ઠ ‘લય'ની કળા છે!
“નયર શ્રેયાનું નાનું સર્વત્તાપ’ આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય કળા છે. જો આ લય મન-વચન-કાયાના યોગોમાં આવી જાય તો બ્રહ્મજ્ઞાન મળ્યા વિના ન રહે. મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતા આવે એટલે ‘લય' પ્રાપ્ત થયો સમજવો. આ ‘લયને “યોગસાર' “સામ્ય’ કહેલું છે,
साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु। साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा।। स्वपता जाग्रता रात्रौ, दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा, साम्यं सेव्यं सुयोगिना ।।
- વો સારે, ૧૦૦/૧૦૧ ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની પ્રવૃત્તિઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે સૂતાં કે જાગતાં, રાત્રે કે દિવસે બધાં જ કાર્યોમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ. આ સમભાવમાં રહેવું જોઈએ.”
આ સમભાવ એ જ લય! - સામાન્ય માણસના સમભાવને લય કહીએ, - યોગી પુરુષોના સમભાવને વિ-લય (વિશિષ્ટ લય) કહીએ, - પરમ યોગીઓની સામ્યવસ્થાને પ્ર-લય (પ્રકૃષ્ટ લય) કહીશું. આ રીતે લય, વિ-લય અને પ્ર-લયની ચિંતનયાત્રા આગળ વધે. મહાનુભાવ, મનના વિશિષ્ટ લયની વાત કરવી છે. મનનો શમરસમાં
For Private And Personal Use Only