________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
લય-વિલય-પ્રલય તીર્થિકોમાં મિથ્યાત્વ (વ્યવહારથી) હોવા છતાં, અનત્તાનુબંધી કષાય હોવા છતાં સર્વજ્ઞ-વીતરાગ બની મોક્ષ પામી શકે છે! કારણ કે ભાવાત્મક ભૂમિ પર, આત્માની વિશુદ્ધિની અપેક્ષાએ તેઓ આત્માનુભવ રૂપ લય પામે છે. ચિદાનંદની અનુભૂતિ કરી શકે છે અને પૂર્ણાનન્દી બની શકે છે. આ રીતે કોઈપણ ધર્મ કે દર્શનમાં માનનાર મનુષ્યનું મન જ્યારે “એકાગ્ર” (સમાધિમાં સ્થિર) બને છે અને “નિરુદ્ધ' (સ્વભાવમાં સ્થિર) બને છે ત્યારે વિશિષ્ટ લય પામે છે અને જ્યારે ઉન્મનીભાવમાં અર્થાત્ નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશી જાય છે ત્યારે પૂર્ણાનન્દની પ્રાપ્તિ કરી લે છે.
વાત એક જ છે : મન લિપ્ત ન જોઈએ, મૂઢ ન જોઈએ અને વિક્ષિપ્ત ન જોઈએ. તીવ્ર કોટિના કષાયમાં સપડાયેલું મન ક્ષિપ્ત અને મૂઢ હોય છે. કષાયોની તીવ્રતા ઓછી થાય ત્યારે મન વિક્ષિપ્ત હોય છે. કષાયો મંદ પડી જાય ત્યારે મન શુદ્ધ બનીને સમાધિમાં સિવિકલ્પ) સ્થિર બને છે અને પછી નિર્વિકલ્પ-ઉન્મનીભાવમાં પ્રવેશી જાય છે. ત્યાં પછી આનંદનો સ્થિર મહાસાગર મળી જાય છે.
મહાનુભાવ, જીવાત્મા (મન) એમ જ કારણ વિના કષાયી નથી બની જતો. ક્રોધી, માની, માયાવી અને લોભ બનાવનારાં ૧૦ કારણ “પ્રશમરતિ' ગ્રંથમાં બતાવાયાં છે. આજે તને એ ૧૦ કારણો લખું છું. ૧. જ્યારે મન રાગ-દ્વેષથી ઘેરાઈ જાય છે, રાગ-દ્વેષના પ્રભાવ નીચે આવી
જાય છે, રાગ અને દ્વેષના કાજળઘેરા રંગે રંગાઈ જાય છે ત્યારે મન ક્રોધી,
માની, માયાવી અને લોભી બની જાય છે. ૨. જ્યારે મિથ્યાત્વનું ભૂત જ્ઞાનદષ્ટિને ફોડી નાખે છે, દૃષ્ટિમાં મલીનતા
આવી જાય છે, બુદ્ધિની નિર્મળતા પલાયન થઈ જાય છે, ત્યારે હિંસા-જૂઠચોરી-મૈથુન અને પરિગ્રહનાં હિંસક ગીધડાંનાં ટોળેટોળાં તણી ચિચિયારીઓ પાડતાં મનોભૂમિ પર ધસી આવે છે. મિથ્યાત્વમલીન મતિ, એ ગીધડાંઓનું સ્વાગત કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપિરગ્રહના મૃતદેહોની એ ગીધડાં મજેથી ઉજાણી કરે છે અને ઉજાણીમાં પાંચ ઇન્દ્રિયો ભળે છે, એ પછી બાકી શું રહે? એનું પરિણામ? વિપુલ-ઘોર કર્મબંધ. અનંત અનંત પાપકર્મોનાં બંધન. મિથ્યાત્વથી અભિભૂત મન એ કર્મબંધને સમજી શકતું નથી, જોઈ શકતું
નથી.
For Private And Personal Use Only