________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* કિંચિત
'રાજ્યશતક'નો ચોથો શ્લોક :
साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम् ।
योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ।। આ શ્લોક વારંવાર સ્મૃતિમાં આવવા લાગ્યો.
આત્માનુભૂતિ કરાવનાર “લય” જય પામો,
આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ “લય” જયપામો. શામ્યશતક'ની રચના કરનારા મહર્ષિ શ્રી વિજયસિંહસૂરિજીએ 'લય'નો જય પોકાર્યો છે. એક મહાન્ શ્રમણ, જ્ઞાની, સંયમી અને યોગી પુરુષ “લય'નો જય પોકારીને કહે છે :
તમે ગૃહસ્થ હો કે મુનિ હો, સંસારી હો કે સાધુ હો, તમારે જો ચિત્તશાંતિ જોઇએ છે તો સમતારસનું જ અમૃતપાન કરતા રહો. સમતામૃતના સરોવરમાં જ નિમજ્જન કરતા રહો. ચિત્ત શાંત થશે એટલે આત્માનુભવ થશે જ. તમને લયની પ્રાપ્તિ થશે!'
या कश्चिन्न लयः साम्ये मनागाविर्भून्मम ।
तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः।। “ઘણી ઘણી ઇચ્છા સમતામૃતના સરોવરમાં સ્નાન કરવાની હતી, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની હતી, ચિદાનંદની અનુભૂતિ કરવાની હતી, પરંતુ આજ સુધી... વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધુરી જ રહી છે. ક્યારે એ ઇચ્છા પૂર્ણ થશે, ખબર નથી. મન અકળાય છે, હૃદય આક્રંદ કરે છે...”
તે છતાં બુદ્ધિ એ ‘લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે! ખાંડનો સ્વાદ, મધની મધુરતા કે ભોગસુખની સમાધિ જેમ શબ્દોમાં વર્ણવી શકાતી નથી તેમ આ લય”ને વચનોમાં વ્યક્ત કરી કરી શકાતો નથી. છતાં ‘લયયોગ' મને ખૂબ પ્રિય છે. માટે હું ‘લય'ને વચન બદ્ધ કરવા તત્પર બન્યો છું.
૦ ૦ ૦. મારી સ્થિતિ તો આના કરતાંય ખરાબ છે!
For Private And Personal Use Only