________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન્તિ અને ધ્યાન
૯૪
સાધના છૂટી ગઈ છે. મૌન, એકાંત અને ધ્યાન દ્વારા જે ‘સ્વની ઓળખ કરવાની છે, તે વિસરાઈ ગઈ છે. માણસની સંવેદનશીલતા સ્તબ્ધ, નિષ્ક્રિય અને નિશ્ચેતન બની રહી છે. નથી રહી સંવેદનસમૃદ્ધિ, નથી રહી વિચારસમૃદ્ધિ કે નથી રહી વિવેકસમૃદ્ધિ,
કેટલાક માણસો એમ સમજે છે કે આ મૌનની, એકાંતની, શાંતિ અને ધ્યાનની વાતો સાધુ-સાધ્વીઓ માટે જ છે પરંતુ એમ નથી. આ વાતો ગૃહસ્થ સ્ત્રી-પુરુષો માટે પણ છે. આજે વર્તમાનમાં પણ કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓને (અજૈન સ્ત્રી-પુરુષો પણ) મેં મૌન ધારણ કરી એકાંતમાં જાપ-ધ્યાન કરતાં જોયાં છે, જાણ્યાં છે. મહત્ત્વની વાત છે મૌન રહેવાની અને એકાંતમાં રહેવાની. - ઉપવાસ કરનારા મૌન નથી રહી શકતા.
દાન આપનારા મૌન નથી રહી શકતા.
- દેરાસરમાં પૂજા કરનારા મૌન નથી રહી શકતા.
- પ્રતિક્રમણની પવિત્ર ક્રિયા કરતાં મૌન નથી પાળી શકતા.
મૌનનો ખરો સંબંધ જીભ સાથે ખરો, પણ મન સાથે વધુ છે. પ્રશાંત મનનું ફરજંદ મૌન છે. વાણી અને પાણીને વહેવાની અને વહી જવાની ટેવ હોય છે. પાણી તો ગંગામાં વહે અને ગટરમાં પણ વહે. બહુ બોલ-બોલ કરનારા પંડિતની વાણીમાં તેજ નથી હોતું. મૌનના નિભાડામાં પરિપક્વ બનેલું વચન સાંભળનારને સ્પર્શી જાય છે, કારણ કે એ વચનમાં મનન અને ચિંતનનું બળ હોય છે. વાણી વેડફાય એ ખોટનો ધંધો છે. લોકો કારની બૅટરી ખોટી રીતે ન વેડફાય એની કાળજી રાખે છે, પરંતુ વાણીનો ખોટો વ્યય ન થાય તેની કાળજી નથી રાખતા. વાણીના વ્યયનું સૌથી મોટું નિમિત્ત માઇક્રોફોન છે! અથવા ખૂબ જોરથી બરાડા પાડીને બોલવાનું છે. વાણી ધોધની માફક નહીં, ઝરણાની જેમ વહેવા દો. મૌનના કારણે વાણીના ઘણા દોષોથી બચી જવાય છે.
તમે મૌન રહો એટલે જૂઠું બોલવું, નિંદા-કૂથલી કરવી, અતિશયોક્તિ કરવી વગેરે વાણીના દોષોથી બચી જાઓ છો. મૌન ભલે સ્થૂલ હોય પણ તે માણસને વાણીના દોષોથી બચાવે છે અને મનનું મૌન વાણીનો પ્રભાવ વધારે છે.
મૌન સાથે શાંતિ જોઈએ. શાંતિ એટલે શમ, શાંતિ એટલે તૃપ્તિ, શાંતિ એટલે નિર્વિકારણું. જે માણસ અંદરથી તૃપ્ત છે તે સાધુ છે. આવો માણસ ફાંફાં નથી મારતો. જે આત્મભાવમાં મગ્ન રહે તે જ સંતોષ પામે. આવા અંદરથી જંપી ગયેલા માણસની વાણી પ્રભાવ પાથરે છે. એમાં પ્રશાંત મહાસાગરનું ઊંડાણ
For Private And Personal Use Only