________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષય-વિલય-પ્રલય
૯૩
ઉદય આવ્યો છે...’ એણે પોતાની શાંતિ-સ્વસ્થતા જાળવી રાખી. તત્કાલ મોમન નિર્ણય કરી, પોતાની હવેલીમાં જે ખંડમાં જિનેશ્વર ભગવંતની પ્રતિમા હતી, તે ખંડમાં ગઈ, એકાંત હતું. તેણે મૌન ધારણ કર્યું અને પ્રભુની સામે કાયોત્સર્ગ
ધ્યાનમાં લીન બનીને ઊભી રહી.
‘જ્યાં સુધી મારા પતિ નિર્દોષ સિદ્ધ થઈને પાછા ઘરે ન આવે ત્યાં સુધી મારું ધ્યાન ચાલુ રહેશે. ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ...’
હવેલીના જ એકાંત ભાગમાં પ્રભુની પ્રતિમા સ્થાપિત કરેલી હતી. અનેકવાર મનોરમાએ એ એકાંતમાં પ્રભુ સાથે પ્રીત કરી હતી. પ્રભુમય બનેલી હતી... મન-વચન-કાયાના યોગો પ્રભુ સાથે તલ્લીન થઈ ગયા હતા. આ એની સાધના હતી.
એને ભય ન હતો. (અરે, મારા પતિ મરી જશે તો?)
એને રાજા ઉપર દ્વેષ ન હતો. (રાજા તો નિમિત્તમાત્ર છે)
એના મનમાં ખેદ ન હતો. (ક્યાં સુધી ધ્યાનમાં ઊભી રહીશ?) એકાંત અને મૌન!
ધ્યાન અને શાંતિ!
આવી વિકટ પરિસ્થિતિમાં પણ મનોરમાનો જીવનલય ખોરવાયો નહીં! પરમાત્મા સાથે વિલય (વિશિષ્ટ લય) સધાયો. ચેતન, તું જાણે છે ને કે સુદર્શનને શૂળી ૫૨ ચઢાવતાં જ શૂળી સિંહાસન બની ગઈ હતી! સુદર્શન અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા હતા. રાજા અને પ્રજાએ વાજતે-ગાજતે નગરપ્રવેશ કરાવી એમનું ભવ્ય અભિવાદન કર્યું હતું.
જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે મનોરમાએ અપૂર્વ ઉલ્લાસથી સુદર્શનનું સ્વાગત કર્યું હતું! પતિ-પત્નીના એ મિલનની કલ્પના તો કરો!
આપણે ત્યાં ઘરમાં, સુખી ઘરમાં એક ઓરડાનું એકાંત રહેતું હતું. એ ઓરડો એટલે પ્રભુને મળવાનું એકાંત! ત્યાં મૌન અને ધ્યાનની સાધના થતી હતી. ત્યાં ભક્તિ અને સમર્પણ થતાં હતાં. ત્યાં ગીત અને નૃત્ય થતાં હતાં. દરેક મનુષ્ય પોતાના ઘરમાં જ એકાંત પામી શકતો હતો. આજે ધનવાનોના બંગલાઓમાંથી એ એકાંત ચાલ્યું ગયું છે એટલે માણસ અશાંત... સંતપ્ત અને બેધ્યાન બની ગયો છે. ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું છે. બંગલો કે એર-કંડિશન્ડ કાર, રેડિયો કે ટી.વી. ફોન કે ફ્રીજ મૂલ્યવાન વસ્ત્રો કે અલંકારો માણસને શાંતિ નથી આપી શકતાં. જીવનનો લય અખંડ નથી રહેવા દેતાં. જ્ઞાન-ધ્યાનની
For Private And Personal Use Only