________________
Shri Mahavir Jain Aradhana Kendra
D
www.kobatirth.org
૨૦. શાન્તિ અને ધ્યાન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
આજે મારે એ જ મૌનની, એકાંતની, શાંતિ અને ધ્યાનની વાતો લખવી છે, કારણ કે સૃષ્ટિમાં વ્યાપ્ત લય સાથે આપણો વ્યક્તિગત લય એકરૂપ બને, તે માટે આપણા આત્મ-તત્ત્વને તૈયાર કરવું પડે. આવી તૈયારીમાં આ ચાર વાતો ખૂબ જ સહાયક બને છે. આ ચાર પ્રકારની સાધના જ છે. આ સાધના એટલે લયયોગની સાધના. આ સાધના સ્ત્રી પણ કરી શકે છે અને પુરુષ (ગૃહસ્થ) પણ કરી શકે છે. સાધુએ તો આ ચાર વાતોને પોતાના જીવનમાં વણી લેવાની છે.
શ્રમણ ભગવાન મહાવીરના સમયની એક વાત છે. ચંપાનગરીમાં સુદર્શન શેઠ પોતાની પત્ની મનોરમા સાથે જીવન જીવતા હતા. તેમને ચાર પુત્રો હતા. શેઠ ધનાઢ્ય હતા, સાથે સાથે રાજા દધિવાહનની રાજસભામાં એમને મોભાદાર સ્થાન મળેલું હતું... સુદર્શન પરસ્ત્રી-સહોદર હતા. એમનું ચારિત્ર અલંક ને ઉજ્વલ હતું. તેમનું શરીરસૌષ્ઠવ અને રૂપવૈભવ મોહક હતાં અને આ જ શારીરિક સંપત્તિથી રાજાની રાણી અભયા, સુદર્શન પર મોહી પડી હતી. છલકપટથી રાણીએ સુદર્શનને પોતાના મહેલમાં બોલાવ્યા અને શરીરસુખ (સેક્સ)ની માંગણી કરી. સુદર્શને એ માંગણી ઠુકરાવી દીધી. પરિણામે રાણીએ સુદર્શન ઉપર ખોટો આરોપ મૂકી અંતેપુરના રક્ષકો દ્વારા પકડાવી દીધા.
સુદર્શન નિર્ભય હતા. રાજાએ સુદર્શનને, જે ઘટના બની હોય તે સાચેસાચ કહેવાનું કહ્યું : ‘સુદર્શન, તું જે કહે તે જ હું માનીશ... ભલે રાણીએ તારા પર આરોપ મૂક્યો.' સુદર્શન મૌન રહ્યા. એ જાણતા હતા કે જો હું રાણીની કપટલીલા કહી દઈશ તો રાજા રાણીને ફાંસી આપી દેશે... અને રાણી દુર્ધ્યાનથી મરીને દુર્ગતિમાં જશે... મારે એવું સાચું બોલવું નથી. ખોટું પણ બોલવું નથી. મૌન રહીશ. રાજાને જે સજા કરવી હોય તે કરે! મને મરતાં પણ આવડે છે. મૃત્યુને હું મહોત્સવ બનાવી શકીશ...
રાજાએ સુદર્શનને શૂળી પર ચઢાવવાની સજા કરી. વાત વાયુવેગે ચંપાનગરીમાં ફેલાઈ ગઈ. સુદર્શનની પત્ની મનોરમાએ પણ વાત સાંભળી. પરંતુ એને સંપૂર્ણ શ્રદ્ધા હતી પોતાના પતિના અખંડ પવિત્ર ચારિત્ર પર ‘કોઈ અપયશ કર્મનો
For Private And Personal Use Only