________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
ઝાંઝરીયા મુનિ તેઓ વિહાર કરી કંચનપુરમાં પધાર્યા. કંચનપુરના રાજમાર્ગ પરથી નીચી દૃષ્ટિએ અને મધ્યમ ગતિએ પસાર થાય છે. રાજમાર્ગ પર જ રાજમહેલ હતો. રાજમહેલના ઝરૂખામાં રાજારાણી બેઠાં બેઠાં નગરચર્યા જોઈ રહ્યાં હતાં અને વાર્તાલાપ કરી રહ્યાં હતાં. ત્યાં બંનેની નજર મુનિરાજ પર પડી.
રાણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. રાજાને આશ્ચર્ય થયું : “આ સાધુને જોઈ રાણી કેમ રડવા લાગી? સાધુ યુવાન છે, રૂપવાન છે. શું પૂર્વાવસ્થામાં રાણીનો પ્રેમી તો નહીં હોય? સાધુવેશમાં એ રાણીને મળવા તો આ નગરમાં નહીં આવ્યો હોય? એ રાણીને મળે, એ પહેલાં તો એને પરલોકમાં પહોંચાડી દઉં.”
રાજા કંઈ જ બોલ્યા વિના ત્યાંથી ઊઠીને ઘોડા પર બેસી નગરની બહાર ઉદ્યાનમાં ગયો. ઉદ્યાનના માણસો પાસે એક ઊંડો ખાડો ખોદાવરાવ્યો. સેવકસૈનિકોને મોકલી મુનિને ત્યાં બોલાવ્યા. સેવકોને કહ્યું : “એ સાધુએ મારા નગરને વટલાવ્યું છે. એને મારતા મારતા અહીં લઈ આવો. એ સાધુ નથી, પાખંડી છે.'
સૈનિકો મુનિવરને ઉદ્યાનમાં લઈ આવ્યા. રાજાએ ભયંકર ક્રોધથી મુનિને કહ્યું: “રે પાંખડી, આ ખાડામાં ઊભો રહી જા. તારા ભગવાનને યાદ કરી લે. અહીં જ અત્યારે તારાં સો વર્ષ પૂરાં થઈ જશે. મુનિ ખાડામાં ઊભા રહી ગયા. - મુનિવરનો સમતારસનો લય અખંડ હતો. - શરીર અને આત્માના ભેદજ્ઞાનથી તો નિર્ભય હતા. - તેમણે ૮૪ લાખ જીવયોનિને ખમાવી. - ઉદયમાં આવેલાં કર્મોની આલોચના કરી. - પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન બની ગયા. - ભીતરમાં ચિદાનંદની દિવ્ય અનુભૂતિ થવા લાગી.. - રાજાએ તીવ્ર ક્રોધમાં અંધ બની યુનિરાજના ગળા પર તલવારનો પ્રહાર કરી
દીધો.. એ જ ક્ષણે કેવળજ્ઞાની બની, મુનિ મોક્ષગામી બની ગયા. મુનિરાજનું રજોહરણ, વસ્ત્રો, કંબલ... બધું લોહીથી લથપથ થઈ ગયું.
૦ ૦ ૦ મુનિરાજનું રજોહરણ ખાડાની બહાર પડયું હતું. લોહીથી રંગાઈ ગયું હતું.
For Private And Personal Use Only