________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય સમડી આકાશમાંથી ચીલઝડપે નીચે આવી. માંસનો લોચો સમજીને તેણે રજોહરણને પોતાની ચાંચમાં લીધું અને આકાશમાં ઊડી... પરંતુ વજન વધારે હોવાથી રજોહરણ સમડીની ચાંચમાંથી નીચે પડી ગયું!
નીચે રાજમહલ હતો. અગાસીમાં રજોહરણ પડ્યું. રાણીએ ભાઈ-મુનિના રજોહરણને જોયું.
સેવકો દ્વારા, મુનિરાજની રાજાએ કરેલી હત્યાની વાત જાણી, રાણીએ છાતી ફાટ રુદન કર્યું. અનશન કરી લીધું. રાજાએ પૂછ્યું : “અનશન કેમ કર્યું?' 'તમે મારા સગા ભાઈ મદનબ્રહ્મ મુનિની હત્યા કરી નાંખી.. ઘોર અનર્થ કરી દીધો. ધિક્કાર હો આ સંસારને અને સંસારનાં સુખોને.. હવે મારે કોઈપણ વૈષયિક સુખ ન જોઈએ.’
રાણીની વાત સાંભળી રાજા ધ્રુજી ગયો, બોલ્યો : “શું મુનિ તારા ભાઈ હતા? મદનબ્રહ્મ હતા? અહો, મેં ખૂબ અવિચારી કામ કર્યું. મેં મુનિની હત્યા કરી નરકે જવાનું નક્કી કર્યું... કેવી ભયંકર ભૂલ થઈ ગઈ? હું ઉઘાનમાં જાઉં... હજુ એ મુનિવરનો નિર્જીવ દેહ પડ્યો છે. હું ત્યાં જઈને મુનિરાજને ખમાવું.” રાણી મૌન રહી. રાજાએ ઉદ્યાન તરફ દોટ મૂકી. આખા કંચનપુરમાં ઋષિ-હત્યાની વાત ફેલાઈ ગઈ હતી. તેમાં જ્યારે મહેલના માણસોને ખબર પડી કે “એ મુનિરાજ તો મહારાણીના સગા ભાઈ હતા” ત્યારે નગરજનોએ રાજા ઉપર ફિટકાર વરસાવવા માંડ્યો. રાજાનો ઘોર અપયશ થવા લાગ્યો.
રાજા ઉદ્યાનમાં પહોંચ્યો. સેવકો પાસે, મુનિના દેહને ખાડમાંથી બહાર કઢાવ્યો. સ્વચ્છ જમીન પર દેહને સુવાડ્યો. ધડ અને મસ્તકને જોડીને મૂક્યાં.
રાજાની આંખો પશ્ચાત્તાપનાં અનરાધાર આંસુઓથી ઊભરાવા લાગી. તેણે ઊભા થઈ મુનિરાજને મસ્તકે અંજલિ જોડી, મસ્તક નમાવી વંદના કરી. પછી મુનિરાજનાં ચરણોમાં પોતાનું માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો... પુનઃ પુનઃ ઊભો થઈ, મુનિનાં ચરણોમાં મસ્તક મૂકી ક્ષમાયાચના કરવા લાગ્યો :
હે સમતાસાગર મુનિવર! મેં અભાગીએ, પાપીએ આપના પ્રાણ લીધા. આપ નિદપ હતા. મેં ખોટી કલ્પના કરી. મારી રાણી સાથે તમારા ગેરસંબંધની કલ્પના કરી, મેં આપને હણી નાંખ્યા... હે મુનિરાજ, આપની બહેને તો જરાય ગુસ્સો કર્યા વિના અનશન કરી લીધું. પણ મારું શું થશે? હે મહામુનિ, મારા ઘોર અપરાધની ક્ષમા આપો.. આપ તો ક્ષમાના અવતાર હતા. સમતાના
For Private And Personal Use Only