________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪. રાજર્ષિ પ્રસન્નચન્દ્ર
સ્વર્ગની કલ્પના સહુ કોઈને હતી, અને સ્વર્ગના રાજા ઇન્દ્રના રૂપ-લાવણ્ય વિષે સહુ ઘણી ઘણી વાતો કરતા. પણ સ્વર્ગ કેવું હોય અને સ્વર્ગના દેવરાજ કેવા હોય, એ વિષે પ્રત્યક્ષ પરિચય કોઈને ન હતો. પણ મગધના કેટલાક લોકો એમ જરૂર કહેતા કે સ્વર્ગ સાકાર કરવું હોય ત્યારે પોતનપુર નગરનો વસંતોત્સવ અને શાલભંજિકા ઉત્સવ જોવો! અને દેવરાજઇન્દ્રની નાની પ્રતિમૂર્તિ જોવી હોય તો રાજા પ્રસન્નચન્દ્રને જોવા!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગના દેવેન્દ્રના રૂપ-ગુણ વિષે કવિઓ જે કલ્પના કરતા અને ઋષિઓ પોતાની જીભે જે વર્ણન કરતા, એનો નમૂનો રાજા પ્રસન્નચન્દ્ર હતા. કામદેવના અવતાર અને પરાક્રમનો દિવ્ય પુંજ!
એક દિવસે ‘મનોરમ' ઉદ્યાનના માળીએ રાજસભામાં આવી, રાજા પ્રસન્નચન્દ્રનો જય પોકારી, બે હાથે મસ્તકે અંજલિ જોડી, નિવેદન કર્યું : ‘હે મહારાજા, આજે સોનાનું પ્રભાત ઊગ્યું છે. આજે મનોરમ ઉદ્યાનમાં કલ્પવૃક્ષ પ્રગટ્યાં છે. કામઘટ આવ્યા છે. ત્રિભુવનપતિ પરમાત્મા મહાવીર સ્વામીએ પોતનપુરને પાવન કર્યું છે. હજારો સાધુ-સાધ્વીના પરિવાર સાથે, અષ્ટ પ્રાતિહાર્યની દિવ્ય શોભા સાથે તેઓએ ‘મનોરમ' ઉદ્યાનમાં સ્થિરતા કરી છે. દેવોએ ભવ્ય સમવસરણની રચના કરી છે. પ્રભુ ધર્મદેશના આપશે.'
મહારાજા પ્રસન્નચન્દ્રે ઉઘાનપાલકના ગળામાં સ્વર્ણહાર પહેરાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને મંત્રીઓને આજ્ઞા કરી કે ‘નગરવાસીઓ પ્રભુનો ધર્મોપદેશ સાંભળવા મનોરમ-ઉદ્યાનમાં પહોંચે, એવો પટહ વગડાવી દો.'
-
મહારાજા સ્વયં અંતેપુર સાથે રથમાં બેસી ઉદ્યાનમાં પહોંચી ગયા. ભગવંતનાં દર્શન કરી ઉલ્લસિત થયા. પ્રભુની ધર્મદેશના સાંભળવા યોગ્ય સ્થાને બેઠા. ભગવંતની દેશના શરૂ થઈ.
- શીતલ ચંદનથી પણ વધુ શીતલ!
- મધુર અમૃતથી પણ વિશેષ મધુ૨!
વિષ સમાન વૈષયિક સુખો પ્રત્યે વિરક્તિ જગાવે.
- અમૃતમય પૂર્ણાનન્દ સ્વરૂપ મુક્તિનો રાગ જન્માવે. ઉપાદાન પાકી ગયું હતું પ્રસન્નચન્દ્રનું!
For Private And Personal Use Only