________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૧૯ બીજી બાજુ રાજાની પટ્ટરાણીના મનમાં પણ ઊથલ-પાથલ ચાલી રહી હતી. રાજાને નટી તરફ મોહિત થયેલો રાણીએ જોયો હતો. એના મનમાં રાજા પ્રત્યે વિરક્તિનો ભાવ પ્રગટ્યો. તેણે વિચાર્યું : “મારા જેવી રૂપવતી રાણી હોવા છતાં, નીચ જાતની નદીને મોહી પડ્યો! કેવા પ્રબળ વિષયવિકારો છે? આ વિષયવિકારો આ ભવ અને પરભવ, બંને ભવ બગાડે છે. હું રાજાનો દોષ જોતી નથી. મોહની વિટંબણા આવી જ હોય છે. હું માનું કે “રાજા મારા ધણી છે, હું રાજાની છું....” પણ આ ખોટું છે. હે જીવ, આ સંસારમાં કોઈ તારું નથી. કોણ રાજા ને કોણ રાણી? કોઈ કોઈનું નથી આ દુનિયામાં. ધિક્કાર હો મોહમાયાને, ધિક્કાર હો વિષયવાસનાને. આ સંસાર ખરેખર અસાર છે... સંસારવનમાં દાવાનળ સળગી રહ્યો છે. સંસારના રણપ્રદેશમાં માત્ર મૃગતૃષ્ણા જ દેખાય છે. લોભનો દાવાનળ અને વિષયતૃષ્ણાની મૃગતૃષ્ણા. લોભનો દાવાનળ કદી બુઝાતો નથી. - સંસારમાં ડગલે ને પગલે મોહની સતામણી થાય છે. - સંસારમાં પાર વિનાના ભયો રહેલા છે. - સંસારના બધા જ સંબંધો ફાલતુ છે. - સંસારમાં ડગલે ને પગલે પરેશાની અને પરાભવ હોય છે. - સંપત્તિમાં ગર્વ અને દરિદ્રતામાં દીનતા હોય છે. - સંસારમાં કર્મોની પરવશતા હોય છે. - જનમે-જનમે નવાં નવાં રૂપ ધારણ કરવાં પડે છે.
હવે સંસારથી સમ્... હવે તો આત્માને પરમાત્મા બનાવવો છે. આત્માનું પરમ સુખ પ્રાપ્ત કરવું છે...
આત્મા... આત્મા.... આત્મા.. લય લાગી ગયો. પ્રકૃષ્ટ લય લાગી ગયો. આત્માનુભવનો ચિદાનંદ પ્રાપ્ત થઈ ગયો. રાણીને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. તે વીતરાગ, સર્વજ્ઞ બની ગયાં.
શાસનદેવી પ્રગટ થયાં. રાણીને સાધ્વીનો વેશ આપ્યો. સ્વર્ણકમળની રચના કરી, કેવળજ્ઞાની સાધ્વી કમળ પર આરૂઢ થયાં. દેવ-દેવીઓએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. બેનાતટ નગરનાં હજારો સ્ત્રી-પુરુષો પોતાનાં રાજા-રાણીનાં કેવળજ્ઞાનને, એમની વીતરાગતાને વંદી રહ્યાં.
૦ ૦ ૦
For Private And Personal Use Only