________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A E ૫. દિનચર્યાનો લય ને
مسيط
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો. શરીરનો લય જાળવવાની વાતો તને અઘરી લાગી? તો પછી યોગી પુરુષોને મોક્ષ આપવામાં જામીનરૂપ એવા ચિદાનંદને કેવી રીતે પામી શકીશ?
લક્ષ્ય નિર્ધારિત કરીને એ દિશામાં આગળ વધવા માટે ઉલ્લસિત મનથી પુરુષાર્થ કરવાનો છે. આજે તને જીવનલયમાં અનિવાર્ય એવી વિશિષ્ટ દિનચર્યાની વાત લખવી છે. શ્રમણ ભગવાન મહાવીરદેવે દિનચર્યાની ચૌદ વાતો બતાવી છે. આપણે એને ચૌદ નિયમ' કહીએ છીએ. રોજ સવારે એ ૧૪ નિયમો (પ્રતિજ્ઞા) લેવાના. સાંજે એ નિયમો યાદ કરી જવાના કે “એ નિયમો લીધા મુજબ પળાયા છે કે કેમ?” પછી સાંજે રાત માટે એ ૧૪ નિયમ લેવાના અને સવારે યાદ કરી જવાના. ‘એ નિયમોનું યથાર્થ પાલન થયું છે કે કેમ.'
એમાં પહેલા ત્રણ નિયમો આહારનિયમનના બતાવ્યા છે! પ્રત્યેક નાનામોટા જીવોના જીવનમાં પહેલું કામ આહાર ગ્રહણ કરવાનું હોય છે. શાસ્ત્રીય ભાષામાં એને “આહાર-પર્યાપ્તિ' કહેવામાં આવે છે. આહાર બે પ્રકારના હોય છે : સજીવ અને નિર્જીવ. સજીવ દ્રવ્યોને “સચિત્ત' કહેવામાં આવે છે. તમારે એ નક્કી કરવાનું કે “આજે દિવસમાં આટલા સજીવ પદાર્થો ખાઈશ. (કાચાં ફળ, શાક વગેરે) સંખ્યા નક્કી કરવાની.'
બીજો નિયમ છે દ્રવ્યોના નિયમનનો. ખાદ્ય પદાર્થોની સંખ્યા નક્કી કરવાની. (જેમ કે ચા દૂધ, દાળ ભાત, રોટલી, શાક, ભાખરી, લાડવા, પેંડા. ઇત્યાદિ.) તમે ૧૦૧૫૨૦ જેટલી ઈચ્છા હોય એટલાં દ્રવ્યોનો નિયમ લઈ શકો. આ એક પ્રકારની જાગૃતિ છે અને રસનેન્દ્રિયના સંયમનો અભ્યાસ છે.
ત્રીજો નિયમ છે વિગયોના નિયમનનો. “વિગય' એટલે વિકૃતિ. મનને વિક્ત કરે તે વિકૃતિ-વિગય કહેવાય છે. એમાં છ પદાર્થોનો સમાવેશ થયેલો છેઃ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ. રોજ તમારે આમાંથી ૧૩ જેટલી વિગયો છોડી શકો, તે છોડવાની છે. કમસેકમ એક વિગય તો છોડવી જ જોઈએ. જેવું અન્ન એવું મન' આ કહેવત અહીં ચરિતાર્થ થઈ છે. જો તમારે મનને નિર્મળ રાખવું હોય તો આ
For Private And Personal Use Only