________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનો લય સુગંધ પણ લયનો ભંગ કરે છે. ધ્રાણેન્દ્રિયનો લય પામવા માટે સુગંધ-દુર્ગધ પ્રત્યે સમભાવ કેળવવો પડે. તીવ્ર ગમો-અણગમો ન જોઈએ. ૦ ચોથી ઇન્દ્રિય છે રસનેન્દ્રિય, જિહુવા-જીભ. આ ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો ઘણો અઘરો છે. આજે માણસ જેટલું ઘરમાં નથી ખાતો એટલું બહાર હોટલોમાં, રેસ્ટોરન્ટોમાં, ઢાબાઓમાં, લારીઓમાં.. ખૂબ ખાય છે. માણસને સ્વાદિષ્ટ ચટાકેદાર ખાવાની આદત પડી ગઈ છે... ભણ્યઅભક્ષ્ય બધું ખાવા માંડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાન-મસાલા... તમાકુ, ચૂનો વગેરે ખાવાની કુટેવ વધી ગઈ છે. આવા માણસોને રસનેન્દ્રિયના લયના ભંગનું ભાન જ નથી હોતું! ભાવે એ બધું ખાવું. પછી પરિણામ ગમે તે આવે. ગમે તેવા રોગો થાય, શરીર અસ્વસ્થ બને. જે થવું હોય તે થાય! ૦ પાંચમી ઇન્દ્રિય છે સ્પર્શનેન્દ્રિય. મનુષ્ય સ્પર્શનું સુખ ઝંખે છે. સૌથી વધારે સેક્સનું સુખ ચાહે છે. સાથે સાથે સુંવાળાં વસ્ત્રો, સુંવાળાં ગાદલાં-તકિયા... બધું સુંવાળું અને સુકોમળ જોઈએ છે. આ ઇન્દ્રિય ઉપર જો સંયમ ન હોય તો મનુષ્ય દુરાચારી-વ્યભિચારી બની શકે છે. વધુ વિલાસી બની શકે છે. એના જીવનનો લય ખોરવાઈ જાય છે.
આ પાંચ ઇન્દ્રિયોનું પેટ સમુદ્ર જેવું છે! જેમ સમુદ્રમાં હજારો નદીઓ ઠલવાય છતાં સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ ઇન્દ્રિયોને ગમે તેટલા વિષયો આપવામાં આવે છતાં તે તૃપ્ત થતી નથી. ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પુરુષાર્થ નકામો છે.
સમજી રાખો કે એક-એક ઇન્દ્રિય એક એક ભયાનક સિંહ છે. એક-એક ઇન્દ્રિય કુટિલ નિશાચર છે. તમારા આત્માંગણમાં ઝૂલતા વિવેક-હાથીનો શિકાર કરી જવા એ પ્રચંડ પાંચ સિંહો આત્મમહેલની આસપાસ આંટા મારી રહ્યા છે. તમારા આત્મમહેલમાં ભરચક ભરેલું સમાધિધન, ધ્યાનધન ઉપાડી જવા માટે દુષ્ટ નિશાચરો છિદ્ર શોધી રહ્યા છે.
એ સિંહ છે પાંચ ઇન્દ્રિયો. એ ચોર છે પાંચ ઇન્દ્રિયો!
શરીરનો લય જાળવવા માટે ઇન્દ્રિયો પર સંયમ આવશ્યક છે. જીવનલયને જાળવવા, શરીરનો લય જાળવવો જ પડશે.
આજે બસ, આટલું જ! તા. ૮-૪-૯૮
For Private And Personal Use Only