________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ-સ્થિરતાના ઉપાયો *જેલવાસ ભોગવતા કેદી કે વધ્ય દુઃખી જીવોની કષ્ટપૂર્ણ દિવસો પસાર કરવાની દશા જોઈને, તું તપથી, એકાન્તથી અને મૌનથી ચિત્તને સ્થિર કર.”
‘તત્ત્વમાં તલ્લીન મનવાળા આત્માએ ચિત્તનું દુર્ગાન, વચનનો અસંયમ અને કાયાની ચંચળતાનો નિરોધ કરવો જોઈએ.”
જ્યારે શરીર મૃતપ્રાયઃ થઈ જાય, જ્યારે ઇન્દ્રિયો મૃતપ્રાય થઈ જાય અને જ્યારે મન મૃતપ્રાય: થઈ જાય ત્યારે આંતરસુખ પરિપક્વ બને છે.”
તત્ત્વચિંતનમાં લીનતા પ્રાપ્ત કરી મનોજયી બનવા ઇચ્છનાર સાધકે શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન-ચિંતન કરવું જોઈએ. સાથે સાથે આત્મચિંતન પણ કરવું જોઈએ અને સતત ધર્મકથા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્ર એટલે?
- સંસારના વાસ્તવિક સ્વભાવને બતાવે છે, - સર્વ સંબંધોથી મુક્ત પૂર્ણ આત્મસ્વભાવ બતાવે છે. - શરણાગત જીવોનું નિષ્પાપ ઉપાયોથી પરિરક્ષણ કરે છે. આવું શાસ્ત્ર એટલે સર્વજ્ઞ પરમાત્માનું વચન! આવું શાસ્ત્ર એટલે વીતરાગ પરમાત્માનું વચન! જેઓ વીતરાગ નથી, દ્વેષરહિત નથી કે મોહરહિત નથી, તેવા બની બેઠેલા ભગવાનનાં વચન, નથી વાસ્તવિક સંસારસ્વરૂપ સમજાવી શકતાં, નથી મોક્ષમાર્ગનું યથાર્થ નિરૂપણ કરી શકતાં કે નથી શરણાગત જીવોનું નિષ્પાપ ઉપાયોથી પરિરક્ષણ કરી શકતા, પછી એને શાસ્ત્ર કેમ કહેવાય?
જેના અધ્યયનથી માનવીના હૈયે, ભાવક જીવોના હૃદયમાં સંસારનાં સુખો પ્રત્યે વૈરાગ્યભાવ ન જાગે, જેના અધ્યયનથી શિવ-અચલ-અરુજ-અનંત- અક્ષય-અવ્યાબાધ એવા મોક્ષનું આકર્ષણ ન જાગે, તેને શાસ્ત્ર કેમ કહેવાય? ન જ કહેવાય.
દુઃખ, ત્રાસ, સંતાપ અને અસંખ્ય વિટંબણાઓથી બચવા અને પુનઃ એ દુઃખ ત્રાસ આદિ ન સતાવે, તે માટે જેના શરણે જાય છે અને જો બચાવી ન શકે ને નિષ્પાપ ઉપાયો બતાવી ન શકે, તો તેને શાસ્ત્ર કેમ કહેવાય?
‘શ્રીપાલચરિત્રમાં, જ્યારે રાજકુમારી મયણાસુંદરીને, રોષે ભરાયેલા પિતારાજાએ કોઢરોગથી ગ્રસ્ત ઉંબરરાણા સાથે પરણાવી દીધી હતી, ત્યારે પ્રજ્ઞાવંતી * दिनातिवाहिकां कष्टां दृष्ट्वा वध्यादिदुःखिनाम्। रूद्धमेकान्तमौनाभ्यां तपश्चित्तं स्थिरी कुरू |1५/१६४।।
For Private And Personal Use Only