________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
બાહુબલી તેવું ચક્રરત્ન દેખાવા લાગ્યું. દેવો ભરત પર ધિક્કાર વરસાવવા લાગ્યા. “ભરતે યુદ્ધની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. પ્રતિજ્ઞા તોડી છે.”
બાહુબલી નિર્ભય બનીને ઊભા હતા. તે વિચારે છે : "પ્રતિજ્ઞાનો ભંગ કરનાર ભરત ધિક્કારને પાત્ર છે. તપસ્વી જેમ તેજલેશ્યાથી બીજાઓને ડરાવે તેમ ક્રોધી બનેલો ભરત ચક્ર બતાવીને મને ભય પમાડવા ઇચ્છે છે. ભલે, આવવા દો એ ચક્રને. જીર્ણ થયેલા પાત્રની જેમ આ ચક્રને હું ચૂર્ણ કરી નાખીશ, પથ્થરના ટુકડાની જેમ આ ચક્રને રમત-રમતમાં હું આકાશમાં ફેંકી દઈશ કે એને પૃથ્વીમાં દાટી દઉં? કે ચકલીના બચ્ચાની જેમ હાથમાં પકડી લઉં?” બાહુબલી આ પ્રમાણે વિચારતા હતા, ત્યાં ચક્રે આવીને બાહુબલીને પ્રદક્ષિણા દીધી!
ચક્રવર્તીનું ચક્ર સામાન્ય સગોત્રીય પુરુષ ઉપર ચાલી શકે નહીં. વળી આ. તો ચરમશરીરી પુરુષ હતા, એમના ઉપર ચક્ર આઘાત કેવી રીતે કરે? ચક્ર પાછું ભરતના હાથમાં પહોંચી ગયું.
બાહુબલીએ વિચાર્યું : “ચક્રનો પ્રયોગ કરનાર, અન્યાયથી યુદ્ધ કરનાર એ ભરતને અને એના ચક્રને એક મુષ્ટિપ્રહારથી ચોળી નાંખું.”
બાહુબલીએ યમરાજની જેમ ભયંકર મુષ્ટિ ઉગામી અને ભરત તરફ દોડ્યા. ભરતની પાસે પહોંચી ગયા. પણ જેમ સમુદ્ર મર્યાદામાં રહે તેમ તેઓ ત્યાં સ્થિર થઈ ગયા. એમના મનમાં એક અપૂર્વ શુભ વિચાર ઊઠ્યો :
હું શું કરવા તત્પર થયો છું? આ ચક્રવર્તીની જેમ હું પણ રાજ્યના મોહમાં અંધ થઈ, મોટાભાઈનો વધ કરવા તૈયાર થયો છું. હું ખરેખર ધિક્કારને પાત્ર છું. શિકારીથી પણ અધિકો પાપી છું.”
મદિરાપાનથી માણસને જેમ તૃપ્તિ નથી થતી તેમ રાજાઓને રાજ્યશ્રી પ્રાપ્ત થાય અને યથેચ્છ રીતે ભોગવે, છતાં તૃપ્તિ નથી થતી. રાજ્યલક્ષ્મી અમાવાસ્યાની રાત્રિ જેવી ઘોર અંધકારવાળી છે. ભાગ્ય પલટાય કે ક્ષણવારમાં રાજ્યશ્રી ચાલી જાય છે.
પિતાજીએ શા માટે રાજ્યલક્ષ્મીને તૃણવતુ સમજીને ત્યજી દીધી? એ પિતાનો હું પુત્ર છું. મારે પણ આ રાજ્યલમીનો સર્વથા ત્યાગ કરવો યોગ્ય છે.”
અફર નિર્ણય કરી બાહુબલીએ ભરતને કહ્યું : “હે ભ્રાતા! હે ક્ષમાશીલ! માત્ર રાજ્યના લોભથી મેં તમને કષ્ટ આપ્યું છે, મને ક્ષમા કરજો. હવે મારે ન
For Private And Personal Use Only