________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૮૧
જોઈએ રાજ્ય, ન જોઈએ સ્વજનો કે પરિજનો, હવે હું ત્રિભુવનપતિ અભયદાતા પિતાજીના માર્ગે પ્રયાણ કરીશ.'
મહા સત્ત્વશીલ બાહુબલીનો નિર્ણય સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. ભરત બાહુબલીને તાકી રહ્યા. ત્યાં તો બાહુબલીએ પોતાની ઉપાડેલી વજ્રમુષ્ટિ પોતાના જ મસ્તક પર પછાડી, એક પછી એક એમ પાંચ મુષ્ટિથી માથાના અને દાઢીમૂછના વાળ ઉખાડી નાંખ્યા.
દેવોએ ‘સરસ સરસ...ઉત્તમ ઉત્તમ' બોલીને બાહુબલી પર પુષ્પવૃષ્ટિ કરી. બાહુબલીએ સ્વયં મહાવ્રતો સ્વીકારી લીધાં અને એ જ યુદ્ધભૂમિ પર કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહી ગયા. શરીર સ્થિર થઈ ગયું. વાણી મૌનમાં વિલીન થઈ ગઈ. પરંતુ મનમાં એક અશુભ સંકલ્પ રહી ગયો. લય સધાયો, વિ-લય સધાયો, પરંતુ પ્ર-લય ન સધાયો.
‘હું હમણાં પ્રભુ પાસે નહીં જાઉં. પ્રભુની પાસે મારા ૯૮ નાના ભાઈઓ કેવળજ્ઞાની બનીને રહેલા છે. હું અત્યારે ત્યાં જાઉં તો મારે નાના ભાઈઓને વંદન કરવાં પડે. માટે અહીંથી ધ્યાનાગ્નિમાં ઘાતીકર્મોને બાળી કેવળજ્ઞાની બનીને પ્રભુના સમવસરણમાં જઈશ.'
આ હતો અભિમાનનો અસુર. લયની પરાકાષ્ઠા પામવામાં મોટું વિઘ્ન. પણ આ તો આંતરિક વાત હતી. ભરત આ નહોતા જાણી શક્યા. એમણે તો બાહુબલીને સર્વત્યાગી શ્રમણના રૂપે જોયા.
‘આ મારા જ કુકર્મનું પરિણામ છે. હું અધમ છું, પાપી છું, પૃથ્વી જો ફાટે તો હું પૃથ્વીમાં સમાઈ જાઉં... શું કરું?' ભરતેશ્વરની આંખોમાં આંસુ ઊભરાયાં. આંસુ-નીતરતી આંખે એમણે બાહુબલીને પ્રણામ કર્યા. તેઓ ગદ્ગદ સ્વરે બોલ્યા: તમને ધન્ય છે. તમે મારા ઉપર અનુકંપા કરી, રાજ્યનો ત્યાગ કરી દીધો. હું પાપી અને અભિમાની છું. મેં અસંતુષ્ટ થઈ તમને ખૂબ ઉપદ્રવ કર્યા. તમે તો ખૂબ સારી રીતે રાજ્યનું... પ્રજાનું પાલન કરતા હતા. મેં બહુ મોટો વિક્ષેપ કર્યો. વળી, મેં મારી શક્તિનો વિચાર ન કર્યો, તેથી તમને ઘોર અન્યાય કર્યો. હું લોભથી જિતાયો... હાર્યો... જીવનમાં આવી હાર પહેલી જ વાર ખાધી... અને છેલ્લી ખાધી.
‘આ રાજ્ય એટલે સંસારવૃક્ષનું-વિષવૃક્ષનું બીજ છે.' આ જે જાણતા નથી, તેઓ અધમ છે. હું તો અધમાધમ છું કારણ કે જે પિતાએ રાજ્યને નરકનું દ્વાર સમજી, ત્યજી દીધું... તે રાજ્ય માટે હું હજારો વર્ષ લડતો રહ્યો... સગા
For Private And Personal Use Only