________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
ફ૩ જતો જીવ પોતાના ભવિષ્યને કેવું દુઃખપૂર્ણ અને યાતનાભરપૂર સર્જે છે, એની કલ્પના મૂઢ મનને નથી હોતી. આવી સ્થિતિમાં રહેલો જીવ ક્રોધી, માની, માયાવી અને લોભી કહેવાય છે. ૪. કષાયી બનવાનું ચોથું કારણ છે કાર્ય-કાર્યના વિવેકનો અભાવ. ચાહે
જીવહિંસા હો કે ચાહે જીવરક્ષા હો, સંપૂર્ણ મૂઢતા! ન જ્ઞાન, ન ભાન. “મારે જીવહિંસા ન કરવી જોઈએ, જીવહિંસા પાપ છે, એવી રીતે જૂઠ ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, દુરાચાર-વ્યાભિચારના માર્ગે ન જવું જોઈએ, મારે જીવો પ્રત્યે દયા-કરુણા રાખવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ, સદાચારોનું પાલન કરવું જોઈએ.” આવો કોઈ જ નિર્ણય નહીં. હિંસા-અહિંસા વચ્ચે, જૂઠ-સત્ય વચ્ચે, ચોરીપ્રામાણિકતા વચ્ચે, દુરાચાર-સદાચાર વચ્ચે કોઈ જ ભેદરેખા એ દોરી ના
શકે.
એવી રીતે, હિંસાદિ પાપાચરણથી મન કલુષિત-ગંદું બને છે અને અહિંસા વગેરે ધર્માચરણથી મન નિર્મળ બને છે.' આવું સામાન્ય જ્ઞાન પણ જે જીવોને હોતું નથી તેઓ કષાયી બને છે. “ચિત્તની મલિનતા અને પવિત્રતાના વિષયમાં પૂરી અજ્ઞાનતા હોય, તે કષાયી બને છે. મારું મન મલિન બન્યું, મને હિંસાનો, જૂઠનો વિચાર આવ્યો', આવી જેને જાગૃતિ ન હોય તે કપાયી બને છે. મારું મન પવિત્ર બન્યું, મને દયાના, કરુણાના, આત્મસ્વરુપના પરમાત્માના વિચારો આવ્યા', આવી પણ જેની જાગૃતિ
નથી તે કષાયી બને છે. ૫. કષાયોને ઉત્પન્ન થવાનું પાંચમું કારણ છે સંજ્ઞાઓ. મન જ્યારે આહારસંજ્ઞાની,
ભયસંજ્ઞાની, પરિગ્રહસંજ્ઞાની અને મૈથુનસંજ્ઞાની બેફામ પાપલીલાઓમાં તલ્લીન બની રાચે-માચે છે, ત્યારે એ મનને કષાયો (ક્રોધ વગેરે) પકડી જ લે છે. સંજ્ઞાઓના ઝઘડા ગજબનાક હોય છે. ચાલો, આપણે એ સંજ્ઞાઓને
થોડી જાણી લઈએ. 1. શું આહારસંશા જળોની જેમ મનને ચીટકી પડી નથી? મન સાથે શું એ રોજ લડતી નથી? “મને ઠંડું ભોજન નહીં ચાલે, મારે તો ગરમાગરમ ભોજન જોઈએ... મને નિરસ રસોઈ નહીં ચાલે, મારે તો રસભરપૂર વાનગીઓ જોઈએ. હું તો દિવસે ખાઉં અને રાત્રે પણ ખાઉં, ભર્યાપ ખાઉં અને અભક્ષ્ય ખાઉં! હું તો મસાલેદાર જ ખાઉં, એક પણ મસાલો ઓછો હોય તો મને ન ચાલે! આ છે આહાર સંજ્ઞા. દિવસ ને રાત મનમાં આ જ
For Private And Personal Use Only