________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
પૃથ્વીચન્દ્ર : ગુણસાગર
હે રાજેશ્વર, હું ગજપુર નગરથી આવ્યો છું. ગજપુર નગરમાં થોડા દિવસો પહેલાં જ અપૂર્વ... અદ્ભુત ઘટના મારી સગ્ગી આંખે જોઈને આવ્યો છું. હજુ મારું મન તો ત્યાં જ ભમે છે, ત્યાં જ રમે છે!
ગજપુરમાં રત્નસંચય નામના મોટા શ્રેષ્ઠી વસે છે. તેમનાં પત્નીનું નામ છે સુમંગલા અને પુત્રનું નામ છે ગુણસાગર.
૦ ગુણસાગર એટલે ગુણોનો સાગર!
૦ ધન, યૌવન અને સૌન્દર્યથી તે શોભે છે.
૦ ધૈર્ય, ગાંભીર્ય અને વીર્યથી છલોછલ છે.
એક દિવસ નગરના રાજમાર્ગ ૫૨થી પસાર થતા મુનિરાજને જુએ છે. જોતો જ ૨હે છે. જોતાં જોતાં સ્મૃતિના પોપડા ઊખડતા જાય છે... અને એનો પોતાનો પૂર્વભવ યાદ આવી જાય છે! તેનું મન વિરક્ત બની જાય છે... સંયમધર્મ ગ્રહણ કરવા તત્પર બની જાય છે. તેણે માતા-પિતાને કહ્યું : ‘હે માતાજી, હે પિતાજી, તમે મને સુખી કરવા ઇચ્છો છો ને?’ ‘હા વત્સ!’
‘તો મને સંયમમાર્ગે જવાની અનુમતિ આપો. મારું મન વૈયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે... સંયમધર્મ પામીને જ હું સુખી થઈશ.'
માતા-પિતાને જાણ થઈ ગઈ હતી કે ગુણસાગરને પૂર્વભવની સ્મૃતિ થઈ આવી છે. તેમણે કહ્યું :
‘બેટા, સંયમમાર્ગે જતાં તને અમે રોકીશું નહીં. તારું સુખ એ જ અમારું સુખ છે. પરંતુ અમારી એક ઇચ્છા છે કે તું લગ્ન કર. અમે આઠ સુંદર શ્રેષ્ઠીકન્યાઓ સાથે તને પરણાવવા ઇચ્છીએ છીએ. તું પરણીને ભલે બીજા જ દિવસે સંયમધર્મ ગ્રહણ કરજે, અમે તને અનુમતિ આપીશું.'
ગુણસાગરે લગ્ન કરવાની સંમતિ આપી.
શેઠ રત્નસંચયે આઠ શ્રેષ્ઠીકન્યાઓનાં માતા-પિતાને જાણ કરી દીધી કે : ‘લગ્ન પછી અમારો પુત્ર સંયમ સ્વીકારવા ઇચ્છે છે. એટલે તમારે તમારી કન્યાઓને પરણાવવી હોય તો પરણાવો.’
આઠે કન્યાઓના પિતાઓ ભેગા થયા, વિચારણા કરી : ‘લગ્ન કરીને જો ગુણસાગર સાધુ થવાના હોય તો એમને આપણી કન્યાઓ શા માટે પરણાવવી? આપણે બીજા કોઈ શ્રેષ્ઠીપુત્રને પરણાવીશું.'
For Private And Personal Use Only