________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
મન અને મનઃશુદ્ધિ
(૧) સર્વપ્રથમ અશુભ વિચારોથી મનને મુક્ત કરવાનું છે. તે માટે શુભ સંકલ્પ વ્રતો-મહાવ્રતોનું પાલન કરવું જોઈએ. શુભ સંકલ્પોથી અશુભ સંકલ્પો દૂર થાય છે. જેમ કે -
૦ અહિંસા ના વિચારો કરવા. ૦ સત્યના વિચારો કરવા. Q પ્રામાણિકતાના વિચારો કરવા. ૦ બ્રહ્મચર્યના વિચારો કરવા. ૦ અપરિગ્રહના વિચારો કરવા. ૦ ક્ષમાના વિચારો કરવા,
નમ્રતાના વિચારો કરવા
૦ સરળતાના વિચારો કરવા. ૦ સંતોષના વિચારો કરવા.
Q હિંસાના વિચારો ધીરે ધીરે બંધ થશે. ૦ જૂઠના વિચારો ધીરે ધીરે દૂર થશે. 2 ચોરીના વિચારો ધીરે ધીરે લુપ્ત થશે. ૦ મૈથુનના-સેક્સના વિચારો શાંત થશે. Q પરિગ્રહ-લોભના વિચારો નાશ પામશે, ૦ ક્રોધ ધીરે ધીરે મંદ થતો જશે. અભિમાન ઓછું થતું જશે.
Q માયા-કપટના વિચારો ઓછા થશે. ૦ લોભના વિચારો ઘટતા જશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે શુભ વિચારોથી અશુભ વિચારોનો નાશ કરી શકાય. આ પ્રક્રિયા લાંબો સમય ચાલે, પરંતુ પરિણામ સારું આવે જ.
(૨) બીજી વાત ઉપાધ્યાયજીએ બહુ માર્મિક કહી છે. તેઓએ કહ્યું છે : ‘અશુભ વિચારોથી મુક્ત થયેલું મન અતિ પ્રસન્નતા અનુભવે છે! અને અતિ પ્રસન્ન - શુદ્ધ મન જે પદાર્થને જુએ છે, જે પદાર્થનો વિચાર કરે છે, તે એની વિશેષ શુદ્ધિનું આલંબન બને છે, અર્થાત્ શુદ્ધ મન આત્મચિંતનમાં લય પામે છે એવી રીતે જિનપ્રતિમા આદિના ધ્યાનમાં પણ લય પામે છે.’
૦ શુદ્ધ મન પૃથ્વીમાં જીવત્વનું દર્શન કરે છે.
O શુદ્ધ મન પાણીમાં જીવત્વનું દર્શન કરે છે. ૦ શુદ્ધ મન અગ્નિમાં જીવત્વનું દર્શન કરે છે.
O શુદ્ધ મન વાયુમાં જીવત્વનું દર્શન કરે છે.
૦ શુદ્ધ મન વનસ્પતિમાં જીવત્વનું દર્શન કરે છે.
એવી રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં જીવત્વને જુએ છે અને આત્મવત્ સમજીને એ જીવો સાથે દયા-કરુણાભર્યો વ્યવહાર કરે છે. કોઈ જીવને પીડા ન થાય, દુઃખ ન થાય એ રીતે જીવન જીવે છે!
(૩) ત્રીજી વાત ઘણી જ ગૂઢ, ગહન અને ગંભીર છે. તેઓ કહે છે : ‘ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થયા પછી, શુભ વિચારો પણ કરવાના નથી. મનને
For Private And Personal Use Only