________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
ઇન્દ્રિયજયથી કષાયજય એવું બને છે અને જે વિષય ગઈકાલે જરાય ગમતો ન હતો એ આજે ખૂબ ગમે છે! વિષય એનો એ જ હોય છે!
જ્યારે મન રાગી હોય છે ત્યારે એક વિષય પ્રિય લાગે છે, જ્યારે મન દ્વેષી હોય છે ત્યારે એ જ વિષય અપ્રિય લાગે છે. વિષયો તરફનો મનનો પ્રેમ. રાગ, સ્નેહ અનવસ્થિત હોય છે. કોઈ એક વિષય પર કે વ્યક્તિ પર એનો પ્રેમ સ્થાયી નથી હોતો. એ બદલાયા કરે છે એટલે ઇન્દ્રિયજન્ય સુખ પણ સ્થાયી નથી હોતું, અનિત્ય અને ક્ષણિક હોય છે. મનના રાગ-દ્વેષ હંમેશાં બદલાતા ભાવોના ખેલ છે. રાગીને નરસો પણ વિષય પ્રિય લાગે છે, ઠેબીને સારો પણ વિષય અપ્રિય લાગે છે!
ચેતન, પાંચ ઇન્દ્રિયોના બધા જ વિષયો, બધા જ પદાર્થો, બધા જ વૈભવો... ક્ષણમાં પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. સર્વે પ્રકારના વિષયસંયોગો વિયોગ પામવાવાળા હોય છે અને સર્વે વિષયવૈભવો શોક આપનારા છે.
૦ લવિપરિધર્મા: (ક્ષણે ક્ષણે બદલાનારા.) ૦ શ T: (શોક આપનારા.) ૦ વિપ્રયન્ત (વિયોગમાં પરિણમનારા.) એવી જ રીતે વૈષયિક ભોગસુખો : - અનિત્ય હોય છે, - ભયોથી ભરેલાં હોય છે, - પરાધીન હોય છે.
ભલે માણસ પાસે મીઠા-મધુર શબ્દોનું સુખ હોય, નિરુપમ રૂપનું સુખ હોય, મનગમતી સુવાસનું સુખ હોય, મિષ્ટ અને પ્રિય રસનું સુખ હોય, મુલાયમ સ્પર્શનું સુખ હોય. આ બધાં જ વૈષયિક સુખો અનિત્ય છે, વિનાશી છે, ક્ષણિક છે. આ સુખો કાયમ માણસ પાસે નથી રહેતાં.
એવી રીતે, ભલે તમારું શરીર નીરોગી હોય, અઢળક સંપત્તિ હોય, ભવ્ય બંગલો હોય કે ઇમ્પોર્ટેડ કાર હોય, આ બધાંની સાથે તમને અનેક ભય પણ લાગતા હોય છે. બધું બગડી જવાનો ભય, ચોરાઈ જવાનો ભય, લૂંટાઈ જવાનો ભય, કોઈ રાજભય... સજાનો ભય... આ ભયો માણસને વૈષયિક સુખો નિરાંતે ભોગવવા દેતાં નથી.
ત્રીજી વાત છે પરાધીનતાની. વૈષયિક સુખો ભોગવવા તમે પહેલાં તો
For Private And Personal Use Only