________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૯૯ રહેવી અને ભીતરમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન ચાલતું રહેવું... એ વાત કેટલી ગંભીર છે? તારા-મારા જેવા માટે તો શક્ય જ નથી! આપણે તો માત્ર એમના ગુણો જ ગાઈ શકીએ.
આપણે શરીર સાથે પ્રગાઢ રીતે બંધાયેલા છીએ. આસક્તિ છે દેહમાં, મમત્વ અને રાગ છે શરીરમાં ક્યારેય “આ શરીર હું નથી. શરીરથી હું-આત્મા જુદો છું.” આવું ભેદજ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું નથી. એટલે શારીરિક કષ્ટો સ્વેચ્છાથી સહવાની કલ્પના પણ કરી શકતા નથી!
રાજર્ષિ સુકોશલ પોતાના પિતા મહર્ષિ કીર્તિધરની સાથે ચાર મહિના પહાડની એકાંત ગુફામાં રહ્યા હતા. ભૂમિશયન કરતા હતા. ચાર મહિના ઉપવાસ કર્યા હતા. આ રીતે શરીરને તપાવ્યું હતું. શરીરનું મમત્વ તોડવા માટે શરીરને તપાવવું જ પડે! શરીર અને આત્માનું ભેદજ્ઞાન કેવું શ્રેષ્ઠ કોટિનું હશે કે શરીર પર વાઘણ તૂટી પડે છે, શરીરને ચીરી નાંખે છે. છતાં એનો કોઈ પ્રભાવ આત્મા ઉપર નથી પડતો! જેમ આપણા શરીર પર રહેલા વસ્ત્રને કોઈ ફાડી નાંખે... વસ્ત્ર ઉપર રાગ નથી હોતો તો આપણને કોઈ જ દુઃખ નથી થતું!
શારીરિક કષ્ટોમાં ઉપદ્રવોમાં સમતાભાવને ટકાવી રાખવા માટે શરીરઆત્માનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. આ ભેદજ્ઞાનની ઘોર ઉપેક્ષા કરવાથી આપણે શરીરની મામૂલી તકલીફમાં (માથું દુ:ખવું, તાવ આવવો, પેટમાં દુ:ખવું. કંઈક વાગી જવું...) પણ સમતા રાખી શકતા નથી. અને દાવો મોટા ધાર્મિક હોવાનો, મોટા સાધુ હોવાનો રાખીએ છીએ. સમતામાં સ્થિરતા આવ્યા વિના આત્માનુભવરૂપ લય પ્રાપ્ત ન થાય તે માટે ‘ભેદજ્ઞાન' ખૂબ જરૂરી છે.
૦ ૦ ૦
For Private And Personal Use Only