________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. મહર્ષિ મુકોશલ આ
વાત છે શ્રી રામચન્દ્રજીના પૂર્વજોના ઇતિહાસની.
અયોધ્યાના રાજસિંહાસને ત્યારે રાજા કીર્તિધર આરૂઢ થયેલા હતા. તેઓ સંસારથી વિરક્ત બન્યા. રાજકુમાર સુકોશલ કે જે નાનકડો રાજ કુમાર હતો, તેનો રાજ્યાભિષેક કરી કીર્તિધર સાધુ બની ગયા.
એક દિવસ. કેટલાંક વર્ષો પછી, રાજર્ષિ કર્તિધર અયોધ્યામાં પધાર્યા. નગરની બહાર તેમણે સ્થિરતા કરી. રાજા સુકોશલને ખબર પડી કે પિતામુનિરાજ પધાર્યા છે. એ તરત જ મુનિરાજ પાસે પહોંચ્યો,
પ્રભો! હે તાત! આપ મુક્તિના માર્ગે ચાલી રહ્યા છો, મારા ઉપર પણ કૃપા કરી, મને પણ સાધુનાં મહાવ્રતો આપો. મારે પણ આપની સાથે જ મુક્તિ તરફ પ્રસ્થાન કરવું છે.'
સુકોશલે સંયમધર્મ સ્વીકારી લીધો. આ સમાચાર રાજમાતા સહદેવીને મળ્યા. તે ધરણી પર ઢળી પડી. દાસીઓએ શીતલ જલનો છંટકાવ કરી વાયુના વીંજણા ઢાળીને સભાન કરી. પરંતુ સહદેવીનો કલ્પાંત મંદ ન પડ્યો, ક્ષણે-ક્ષણે, દિવસે-દિવસે અને મહિને-મહિને કલ્પાત્ત અને વેદના વધતી ચાલી. રાણી ચિત્રમાળાએ ઘણું ઘણું આશ્વાસન આપ્યું, પરંતુ નિષ્ફળ. મંત્રીમંડળે ઘણી સમજૂતી કરી, પરંતુ નિરાશા. એ ઝૂરતી જ રહી, ઝૂરતી જ રહી.
સહદેવીએ ખાવાનું ત્યજી દીધું, નહાવાનું ત્યજી દીધું, ફરવાનું ત્યજી દીધું, ક્યારેક રાગાકુલ બની પુત્ર સુકોશલને યાદ કરતી હૈયાફાટ રુદન કરતી હતી. ક્યારેક પ્રચંડ વેષ કરી સુકોશલ પર અગ્નિવર્ષા જેવાં ફૂર વચનો બોલતી હતી. ક્યારેક પાગલની જેમ અટ્ટહાસ્ય કરતી હતી. તેની તન-મનની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. એક સંધ્યાના સમયે સહદેવી મૃત્યુ પામી.
રાગ-દ્વેષની રમતમાં તેણે માનવજિંદગીનો જુગાર ખેલ્યો. માનવજીવન તે હારી ગઈ. જુગાર ખેલવાની અધૂરી તમન્નાઓ લઈ તે એક ગિરિગુફામાં વાઘણના પેટે વાવણરૂપે અવતરી. અહીં તેને દ્વેષની દારુણ રમત ખેલવાનું મોટું મેદાન મળી ગયું. અમર્યાદ ક્ષેત્ર મળી ગયું.
બીજી બાજુ રાજર્ષિ કીર્તિધર અને મુનિવર સુકોશલને રાગ-દ્વેષ પર વિજય મેળવી લેવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. નિર્મળ અને નિષ્કષાય બની પિતા-પુત્ર
For Private And Personal Use Only