________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
રાજર્ષિ પ્રસન્નચન્દ્ર કૃષ્ણલેશ્યામાં અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તતા હતા. ત્યારે તેં એમને વંદના કરી હતી. તે સમયે તેઓ સાતમી નરકમાં જવા માટે જેવા કર્મો જોઈએ તેવા કર્મો બાંધી રહ્યા હતા એટલે મેં તને પહેલાં કહ્યું : “સાતમી નરકે જાય!'
પરંતુ તું અહીં આવ્યો, અને ત્યાં રાજર્ષિને મનોભૂમિ પર યુદ્ધ કરતાં કરતાં શસ્ત્રો ખૂટી પડ્યાં. એટલે શત્રુને મારવા, માથા પરનો સ્વર્ણ-મુગટ લેવા હાથ માથે ગયો. તો માથે મુગટ ન મળ્યો. માથે તો કેશલુંચન કરેલું હતું. માથે વાળ પણ ન હતા અને તેમને ભાન થયું કે “અરે, હું તો સાધુ છું. મારે વળી પુત્ર કોણ? મંત્રી કોણ? મિત્ર કોણ અને શત્રુ કોણ? અહો, હું ધિક્કારપાત્ર છું, અધમ છું. મેં ઘોર દુર્બાન કર્યું. હું મારા આ પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું. હવેથી હું આવા પાપવિચારો નહીં કરું, મારાં પાપ મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.'
હે શ્રેણિક! એ રાજર્ષિએ આ રીતે આલોચના-પ્રતિક્રમણ કર્યું અને પાછા ધર્મધ્યાનમાં સ્થિર થઈ ગયા, એટલે મેં તારા બીજી વારના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું: “સર્વાર્થસિદ્ધ' નામના અનુત્તર દેવલોકમાં જાય!”
પ્રભુ આ ઉત્તર આપી રહ્યા હતા એટલામાં આકાશમાં દેવદુંદુભિ વાગી. મંગલ ધ્વનિ સંભળાવા લાગ્યા. શ્રેણિકે પૂછ્યું :
ભગવંત, આ શું છે?'
શ્રેણિક, રાજર્ષિ પ્રસન્નચન્દ્રને, સમતાભાવમાં મન-વચન-કાયાના યોગોની સ્થિરતા થવાથી કેવળજ્ઞાન' પ્રગટ થયું છે. દેવો એમને કેવળજ્ઞાનનો મહિમા કરી રહ્યા છે!”
For Private And Personal Use Only