________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
લય-વિલય-પ્રલય
તેરમો નિયમ છે દિશાઓનો. ચાર દિશામાં જવા માટેના કિલોમીટર નક્કી કરવાના. અથવા તો “આજે હું શહેર ગામની બહાર નહીં જાઉં અથવા ગુજરાતની બહાર નહીં જાઉં” અથવા “ભારતની બહાર નહીં જાઉ” - આ જાતનો નિયમ લેવાનો હોય છે.
ચૌદમો નિયમ છે બ્રહ્મચર્યનો. જોકે પ્રબુદ્ધ અને વિવેકી સ્ત્રી-પુરુષો દિવસે તો સેક્સથી દૂર જ રહે છે. છતાં એણે નિયમ ધારી લેવો જોઈએ. મન વિચિત્ર છે. એ તો ક્યારેક દિવસે પણ ભોગાસક્ત બની શકે છે. માટે નિયમ ધારી લેવો જોઈએ.
બ્રહ્મચર્યનું પાલન મન-વચન-કાયાથી કરવામાં આવે તો અભુત જીવનલય સધાય છે. તન અને મન જો બ્રહ્મચર્ય પાળે તો આત્મા ન્યાલ થઈ જાય. વર્તમાનમાં કેટલાક વિચારકો બ્રહ્મચર્યનો અર્થ જુદો કરીને, સેક્સનું સુખ ભોગવવાની છૂટ આપે છે! “બ્રહ્મજ રતિ રૂતિ વ્રવાર' જે બ્રહ્મમાં વિચરે છે, બ્રહ્મના ચિંતનમાં રહે છે તે બ્રહ્મચારી છે. ભલે પછી એ સેક્સનું સેવન કરતો હોય! સેક્સની બેફામ છૂટ આપીને આ આધુનિક વિચારકો પ્રજાને કયું મોટું સુખ આપી રહ્યા છે? અને “બહ્મ”માં મનનું વિચરણ - એ સામાન્ય માનવી માટે શક્ય છે? બ્રહ્મજ્ઞાન' થવું એ સહેલું કામ છે? અને બ્રહ્મજ્ઞાનીમાં સેક્સની વૃત્તિ જાગે ખરી? આ બધી વાતો વિચારણીય છે.
ભારતીય તમામ ધર્મોમાં બ્રહ્મચર્યધર્મનો મહિમા થયેલો છે. બ્રહ્મચર્યના પાલનના વિશિષ્ટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ બતાવવામાં આવ્યા છે. છતાં સામાન્ય મનુષ્ય સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકે, એ વાત પણ એટલી જ સાચી છે. તેમના માટે ઋષિ-મુનિઓએ કહ્યું છેઃ - દિવસે બ્રહ્મચર્ય પાળો. - રાત્રે એક જ વાર ભોગ ભોગવો. - પવિત્ર દિવસોમાં (પર્યુષણા, નવપદની ઓળી, પાંચમ-આઠમ-અગિયારસચૌદસ..પૂનમ) બ્રહ્મચર્ય પાળો. રાત્રે પણ પાળો.
- જ્યારે તમારું શરીર અશક્ત હોય, રોગગ્રસ્ત હોય ત્યારે અવશ્ય ભોગથીસેક્સથી દૂર રહો.
- તમારે કોઈ વિશિષ્ટ મંત્રસાધના કે તંત્રસાધના કરવી હોય તો બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરો. - તપશ્ચર્યાના દિવસોમાં બ્રહ્મચર્ય પાળો. - અતિ દુઃખના દિવસોમાં બ્રહ્મચર્ય પાળો.
For Private And Personal Use Only